Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

જસદણની પ્રથમ ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થયો'તો : રોમાંચક ઇતિહાસ

મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ રાજ્ય બન્યા બાદ ૧૯૬૨માં ચુંટણી યોજાઇ'તી : ઉમેદવાર દીઠ મતપેટી રખાતી : ૩૦૦ રૂપિયા સાયકલ ભાડુ આપી પ્રચાર થતો

જસદણ તા. ૧૭ : મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજય અલગ બન્યા બાદ સૌપ્રથમ ૧૯૬૨માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં જસદણ બેઠકની ચુંટણી નો પણ સમાવેશ થાય છે.

ઙ્ગવર્ષ ૧૯૬૨માં યોજાયેલી વિધાનસભાની જસદણ બેઠકની ચૂંટણીમાં અંદાજે ૪૫૦૦૦ જેટલા મતદારો હતા. જેમાં કોંગ્રેસના વિજેતા ઉમેદવાર વસંતપ્રભા જયસુખલાલ શાહને ૧૧૧૮૬ મત મળ્યા હતા. જયારે તેના હરીફ ઉમેદવાર પ્રજાસત્તાક પાર્ટીના ઉમેદવાર ગેલાભાઈ કરશનભાઇ છાયાણી ને ૬૫૦૪ મતઙ્ગ મળતા કોંગ્રેસના વસંતપ્રભા શાહનો ૪૬૮૨ મતે વિજય થયો હતો.ઙ્ગ એ સમયે કુલ ચારઙ્ગ ઉમેદવારો હતા અને ૪૦.૭૯ ટકા મતદાન નોંધાયું હતું.

અંદાજે ૫૬ વર્ષ પહેલા યોજાયેલી આ ચૂંટણીની રસપ્રદ હકીકતો વર્ણવતા જસદણના ૮૬ વર્ષના વણિક એડવોકેટ રતિભાઈ સુખલાલભાઈ અંબાણીએ જણાવ્યું હતું કે એ સમયની ચૂંટણીમાં મત કુટીરની અંદર જેટલા ઉમેદવાર હોયઙ્ગ તેટલી સંખ્યામાં મતપેટી રાખવામાં આવતી હતી અને દરેક મતપેટી ઉપર ઉમેદવારનું નામ લખવામાં આવતું હતું જે ઉમેદવારને મત આપ્યો હોય તેના નામની મતપેટીમાં જ બેલેટ પેપર નાખવામાં આવતું હતું. બેલેટ પેપર ઉપર પસંદગીના ઉમેદવારના નામ ઉપર બોલપેન થી ચોકડી મારી ને મત આપવામાં આવતો હતો.

ગામડાઓમાં ઘોડા અને સાયકલ લઈને ઉમેદવારના અને પક્ષના કાર્યકરો પ્રચાર માટે જતા હતા એ સમયે મોબાઈલ, લેન્ડલાઈન, ગાડી, મોટરસાયકલ, કોમ્પ્યુટર સહિતની કોઈ જ સુવિધાઓ ન હતી પરંતુ કાર્યકરો મોટા કાગળમાં ઉમેદવારના પ્રચારનું લખાણ જુદા-જુદા કલરની બોલપેનથી લખીને દીવાલો ઉપર લગાવતા હતા. જ્ઞાતિવાદ હતો નહીં. કોઈપણ કાર્યકરો કે સરપંચ ને ચૂંટણી સમયે એક પણ રૂપિયો આપવાની પ્રથા ન હતી. યુવાનો તેમને નોકરી મળી જાય તેવી આશાએ જે તે ઉમેદવારને જીતાડવા માટે એક પણ રૂપિયો લીધા વગર સેવાની ભાવનાથી પ્રચાર કરતા હતા. સફેદ કપડા ઉપર ગળી વડે પ્રચારનું લખાણ તૈયાર કરી બેનરો લગાડવામાં આવતા હતા. એ સમયે ભણતરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી લોકો પછાત અને અશિક્ષિત હતા અને ગામમાં વકીલો અને ડોકટરો જે ઉમેદવારના નામની સમાજમાં ભલામણ કરે તેને નાગરિકો જીતાડતા હતા. અંદાજે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ રૂપિયાના ખર્ચમાં જ સમગ્ર ચૂંટણી જીતી જવાતી હતી. એ સમયે ત્રણ રૂપિયામાંઙ્ગ આખો દિવસઙ્ગ સાઈકલ ભાડે મળતી હતી અને પ્રચાર કરવા માટે જે લોકો જાય તેને ઉમેદવાર તરફથીઙ્ગ દિવસ દીઠ ત્રણ રૂપિયાનું સાયકલ ભાડું જ મળતું હતું. અન્ય કોઈ રકમ મળતી નહી. ત્યારના જમાનામાં કોમ્પ્યુટર નહીં હોવાથી દરેક મતદારોને ઘરે આપવામાં આવતી મતદાનની સ્લિપ યુવા વર્ગ પાસે ઉમેદવારો લખાવતા હતા અને યુવાનોને એક હજાર સ્લીપ લખવાના દસ રૂપિયા મળતા હતા. ત્યારે સંયુકત પરિવારની પ્રથા હોવાથીઙ્ગ દરેક પરિવારમાં સાતથી આઠ લોકો હતા.

સમગ્ર પરિવાર આવી સ્લીપ લખવાની કામગીરી કરી અને રોજગારી મેળવતો હતો. સ્લીપ લખવાના પાંચ રૂપિયા મળતા હોવાથી યુવાનો તેમજ સામાન્ય પરિવારના લોકો ચૂંટણીની રાહ જોઈને બેસતા હતા અને ચૂંટણી આવે એટલે રાજી થઇ જતા હતા. ત્યારેઙ્ગ દોઢસો રૂપિયા આસપાસ સાઈકલઙ્ગ વેચાતી મળતી હોવાથી કેટલાક પરિવારના લોકો સ્લીપની એકત્ર થયેલી રકમના મહેનતાણામાં થી સાઇકલ વેચાતી લેતા હતા અને મર્સીડીસ ગાડીઙ્ગ છોડવી લાવ્યા જેટલો આનંદ મેળવતા હતા. ચુંટણીની સભા માટે ભવ્ય મંડપ, સોફા,ખુરશી સાઉન્ડ સિસ્ટમ કંઈ જ ન હતું પરંતુ વણિક પરિવારના સુખી લોકોના ઘરેથી બાકડા લાવીને તેના ઉપર બેસીને જસદણના જાહેર ચોકમાં પ્રચાર માટેની સભા રાખવામાં આવતી હતી. ગામડાઓમાં આઠ-દસ બળદગાડા એકસાથે શણગારીને ઉમેદવારો તેમજ કાર્યકરો પ્રચાર માટે જતા હતા કાર્યાલય કે હોટલમાં જમવાની વ્યવસ્થા ન હતી. પરંતુ કાર્યકરો ગામડામાં સગાસંબંધીને ત્યાં કે તેમના પક્ષના કાર્યકરોને ત્યાં જમવાનું રાખતા હતા અને ત્યાં જ રાતવાસો કરતા હતા. આક્ષેપબાજી નુ રાજકારણ હતું નહીં પરંતુ ઉમેદવારોમાં કાર્યકરોમાં અને તમામ મતદારોમાં તમામ લોકોમાં નીતિમત્ત્।ા, પ્રામાણિકતા અને સિદ્ઘાંતો હતા.

આક્ષેપબાજી કેઙ્ગ કાદવ ઉછાળવાનુંઙ્ગ રાજકારણ હતું નહીં પરંતુ તંદુરસ્તઙ્ગ હરીફાઈ હતી. કાર્યકરો પણ નિષ્ઠાથી કામ કરતા હતા. એ સમયે કોંગ્રેસ પક્ષનો જમાનો હતો. જયારે અન્ય પક્ષો પણ હતા ત્યારે પક્ષના નામે જ પ્રચાર થતો હતો અને પક્ષના નામે જ ચૂંટણીઓ લડાતી હતી. સાઉન્ડ સિસ્ટમ કે ડીજે હતા નહીં પરંતુ દેશી ભૂંગળું લઈને પ્રચાર કરવામાં આવતો હતો. મહિલાઓનું મતદાન ખૂબ જ ઓછું રહેતું હતું લોકો ચાલીને મતદાન કરવા જતા હતા. જસદણમાં બે ગાડી હતી જેઓ ભાડે આપતા હતા. ઉમેદવાર કોઈ કોઈ વાર એમ્બેસેડર કે ફિયાટ ગાડી ભાડે કરીને પ્રચારમાં જતા જયારે કાર્યકરો સાઇકલ લઇ ને પ્રચારમાં જતા હતા. જસદણ રાજવી પરિવાર પાસે દરબાર ગઢમાં ગાડી હતી. રાજવી પરિવાર સક્ષમ ઉમેદવારને વિનામૂલ્યે ચૂંટણી સમયે પ્રચાર માટે ગાડી વાપરવા આપવાની મદદ કરતા હતા.

(12:02 pm IST)