Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

કચ્છમાં દુષ્કાળ-ખેતી માટે નર્મદાના નીર જરૂરી : કેન્દ્ર સરકારની ટીમનું નિરીક્ષણ

જુદા-જુદા વિસ્તારોમાં લોકોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યોઃ તંત્ર સાથે પણ બેઠક

ભુજ તા. ૧૭ : કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતના જાત નિરીક્ષણ અર્થે ભારત સરકારના કૃષિભવનના જોઇન્ટ સેક્રેટરી, મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો-ઓપરેશન એન્ડ ફાર્મર વેલ્ફેર અમિતાભ ગૌતમના વડપણ હેઠળની બે સભ્યોમાં ડીપાર્ટમેન્ટ ઓફ જયુટ કોલકતાના જોઇન્ટ ડાયરેકટર શ્રી જિન્તુદાસ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ ડ્રીન્કીંગ વોટર એન્ડ સેનીટેશનના સિનિયર કન્સલ્ટન્ટઙ્ગ ગુલામ રસૂલ ઝરગારની બનેલી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ આજે ભુજ આવી પહોંચી હતી.

કેન્દ્રીય ટીમે આજે સૌ પ્રથમ કલેકટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના વહીવટીતંત્ર સાથે બ્રિફિંગ મીટીંગ કરી જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન પાસેથી સમગ્ર કચ્છની અછતની પરિસ્થિતિનું ઘાસ, પાણી, કૃષિ, પશુપાલન, સિંચાઇ, રોજગારી વગેરે વિવિધ વિભાગોના પ્રેઝન્ટેશનના માધ્યમથી આંકડાકીય અને ફોટોગ્રાફસ,ઙ્ગ મીડિયાના અહેવાલ સહિતની વિગતો મેળવી હતી.

કચ્છમાં પશુધન, વરસાદની આંકડાકીય માહિતી, ડેમોમાં પાણીની પરિસ્થિતિ, વિવિધ જિલ્લામાંથી ઘાસની કરાવાતી ઉપલબ્ધી, ચૂકવાતી સબસીડી, ગૌશાળા-પાંજરાપોળોની વિગતો સહિત મનરેગાના કામો લેબર બજેટ, પાક વાવેતર, નર્મદા નીર, ટેન્કરથી અપાતું પીવાનું પાણી, ઘાસડેપો, કેટલ કેમ્પ વગેરે અંગે બેઠકમાં સંબંધિત વિભાગોના વન-ટુ-વન અધિકારીઓ પાસેથી કચ્છમાં દુષ્કાળની સમગ્ર પરિસ્થિતિનો હકિકતલક્ષી ચિતાર મેળવ્યો હતો.

બેઠક બાદ કેન્દ્રીય ટીમ મહેસુલ, કૃષિ, પાણી પુરવઠા સહિતના વિભાગોના અધિકારીઓ સાથે તુરત પશ્ચિમ કચ્છની મૂલાકાતે નખત્રાણા તાલુકાના ઉગેડી પહોંચીને દુષ્કાળને કારણે કૃષિપાકને થયેલા નુકશાન, પાકની પરિસ્થિત, વૈકલ્પિક પિયત સુવિધા બાબતે તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને સાથે રાખીને ખેડૂતોના ખેતરોમાં વાવવામાં આવેલ કપાસ, એરંડા સહિતના પાકો,ઙ્ગ બોરના ક્ષારયુકત પાણી અંગે પણ કૃષિકારોને સાથે રાખી દુષ્કાળ સહિત સિંચાઇની સગવડમાં પડતી વિવિધ મુશ્કેલીના પશ્નોની પૃચ્છા કરી આ વિસ્તારમાં કૃષિક્ષેત્રે દુષ્કાળની અસરની પણ નોંધ લીધી હતી.

ઉગેડીમાં બેઙ્ગ કૃષિકારોને મળ્યા બાદ વિગોડીનાઙ્ગ કિસાનના ખેતરના શેઢેઙ્ગ ટીમે કૃષિને થયેલા નુકશાનનો જાયજો લીધો હતો અને ખેડૂતો પાસેથીઙ્ગ જાત માહિતી મેળવી માતાના મઢ ઘાસડેપોની મૂલાકાતે કેન્દ્રીય ટીમ પહોંચીને સ્થાનિકે ડેપો મેનેજર, ઘાસકાર્ડ ધારકો, પશુપાલકોને મળી પશુધનને નિભાવવા મળતું ઘાસ-પાણીની પરિસ્થિતિ જાતે નિહાળી હતી.કેન્દ્રીય ટીમે જિલ્લાના વહીવટીતંત્રની બેઠકની સાથે-સાથે આજે પશ્ચિમ કચ્છના કૃષિ-પશુપાલન ક્ષેત્રને દુષ્કાળમાં થયેલી વિપરિત અસરનો વિગતવાર અહેવાલ મેળવ્યો હતો. કેન્દ્રીય ટીમ દ્વારા આ અંગેનો હેવાલ સરકારને સુપરત કરાશે. કેન્દ્રીય ટીમના વડા અને જોઇન્ટ સેક્રેટરી શ્રી અમિતાભ ગૌતમે પશ્ચિમ કચ્છના મૂલાકાત દરમિયાન સ્થિતિનો ચિતાર જોઇને કચ્છમાં અછતના કાયમી ઉકેલ માટે સિંચાઇ-પાણી-કૃષિક્ષેત્રે લાંબાગાળાનું નકકર આયોજન અનિવાર્ય હોવાનો પણ મત વ્યકત કર્યો હતો. આ તબક્કે ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્રીય ટીમ સમક્ષ નર્મદા ના પાણી માટે રજુઆત કરાઈ હતી. ત્યારે આ અધિકારીઓ એ પણ નર્મદાનું પાણી કચ્છની દુષ્કાળ અને ખેતીની સમસ્યા માટે કાયમી હલ બની શકે છે, એવો મત વ્યકત કર્યો હતો. જોકે, અત્યારે અછત ની પરિસ્થિતિમાં મહેસુલી અને પાણી પૂરવઠાઙ્ગ વિભાગના અધિકારીઓ પાસેથી માલધારીઓને ઘાસચારા-પાણીની પડતી તકલીફ નિવારવા લેવાયેલાં પગલાં વિશે જાણકારી મેળવીને તેમજ પરિસ્થિતિનું આંકલન કર્યું હતું. આ સમયે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પરિસ્થિતિનું ટીમ સમક્ષ દુષ્કાળની પરિસ્થિતિમાં ઘાસ-પાણીની પશુધન ઉપર થઇ રહેલી વિપરિત અસરનું ચિત્ર બ્યાન કર્યું હતું. માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ સંસ્થાગત ઢોરવાડાખોલવાની ટીમને રજૂઆત કરી અછતની સ્થિતિનું ચિત્રણ કર્યું હતું.(૨૧.૧૩)

(11:34 am IST)