Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ઉનાના દેલવાડામાં ડી.જે. રીપેરીંગની દુકાનમાં આગઃ ૨૦ લાખનું નુકશાન

ફાયર બ્રીગેડનો ફોન બંધઃ લોકોએ ફાયર ઓફિસે રૂબરૂ દોડી જઇને જાણ કરીઃ આગના કારણને એફએસએલ દ્વારા તપાસ

ઉના, તા.૧૭: ઉના તાલુકાના દેલવાડા ગામે વહેલી સવારના ૫ વાગ્યે ડી.જે. રીપેરીંગની દુકાનમાં આગ લાગતા અંદાજે૨૦ લાખથી વધુનો માલ બળીને ખાખ થઇ ગયો હતો.

 દેલવાડા રોડ પર આવેલી ઇફેકટ ડી.જે. ના નામની રીપેરીંગની દુકાનમાં આગ લાગતા અફડા તફડી મચી હતી અને દુકાનના ભાડુઆત આસિફભાઈ હુસેનભાઇ સોરઠીયા અને ઈરફાનભાઈ ઈકબાલભાઈ હબશીને ૫ વાગ્યા પછી ફોન આવતા તરત જ આવીને ઇમરજન્સી નંબર માં જાણ કરતા ઉનાના ફાયર બ્રિગેડને ફોન કર્યો પણ ઉના નગરપાલિકા ફાયર ઓફિસમાં ફોન બંધ આવતો હોય તો એકપણ ફોન લાગ્યો ન હતો ૭ને ૩૦ વાગ્યે રૂબરૂ લોકો નગરપાલિકા ફાયર ઓફિસ ગયા અને સુતેલા કર્મચારીઓને જગાડીને સાથે લાવ્યા..

  આગે વિશાળ રૂપ ધારણ કરી રૂ.૨૦ લાખનો માલ સામાન બળીને ખાક થઈ ગયેલ અને જો ઉના નગરપાલિકા ફાયર સ્ટેશન માં ફોન લાગ્યો હોત તો  વધુ નુકસાન અટકી જતા નુકશાન થાત પણ ત્યાં ઓફિસના કર્મચારીઓની આળસના લીધે વધુ નુકશાન થવા પામ્યું છે અને હાલ આગ લગાડ્યા ની શંકાની આધારે ફરિયાદ નોંધાતા ઉના પોલીસે તપાસ હાથ ધરી એફ.એસ.એલની મદદ લેવામાં આવશે તેવું ઉના પોલીસ સ્ટેશન માંથી જણાવેલ છે.(૨૨.૬)

(11:33 am IST)