Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીને જુના રતનપર ગામેથી ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ

ભાવનગર ;ઘોઘા રોડ પોલીસ મથકના ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધો છે

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક એલ.માલએ હાથ ધારેલ ઝુંબેશના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફ નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

   આ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા હેડ કોન્સ ટી.કે.સોલંકી તથા એ.એસ.આઇ. જી.પી.જાનીને સંયુકતમાં મળેલ બાતમી આધારે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી બુધાભાઇ મકાભાઇ કરશનભાઇ જસમોરીયા/દેવીપુજક (ઉ.વ.૪૨) ( રહે  ગામ- જુના રતનપર દે.પુ.વાસ તા. જી.ભાવનગર )ને જુના રતનપર ગામેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી આસી. સબ ઇન્સ. જી.પી.જાની તથા હેડ કોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. અતુલભાઇ ચુડાસમા તથા મુકેશભાઇ પરમાર તથા હારીતસિંહ ચૈાહાણ જોડાયા હતા.

(10:55 am IST)