Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

કોડીનારના સીઆરપીએફના જવાનના પાર્થિવદેહને કાલે વતનમાં લવાશે : પરિવાર ની જાણ બહાર અંતિમવિધિ કરાયોનો રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપ

કોડીનાર : કોડીનારના સીઆરપીએફના જવાનનો પાર્થિવદેહને કાલે વતનમાં લવાશે.પરિવાર ની જાણ બહાર અંતિમવિધિ  કરાયોનો રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

            મૂળ કોડીનાર ના વતની અને બિહારમાં સીઆરપીએફ કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજીતસિંહ જગુભાઈ પરમાર પોતાના વતન આવી રહ્યા હતા ત્યારે રેલવેના ટ્રેક ઉપરથી તેમનો મૃતદેહ મળ્યો હતો જ્યારે તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશનો પરથી મળ્યો હતો.

              ત્યાર બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી દેવામાં આવી હતી જેના કારણે રાજ્યમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને શા માટે પરિવારની જાણ બહાર આવું કરવામાં આવ્યું ? તેમ કહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પરિવારને ન્યાય આપવા માંગણી થઈ રહી છે.

              અજીતસિંહ પરમાર ના મૃતદેહને બહાર કાઢી ને તેમના વતનમાં સન્માન સાથે અંતિમવિધિ કરવા માટે કાલે બુધવારે લાવવામાં આવશે.

             અજીતસિંહ પરમાર ના મૃત્યુ ના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે તેમના મોતનુ કારણ હજુ અકબંધ છે.

(8:43 pm IST)
  • દિલ્હીની એક અદાલતે ચીની નાગરીકની જામીન અરજી ફગાવી દીધી છે : આ ચીની નાગરીકને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા ઓફીશ્યલ સિક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી access_time 1:04 pm IST

  • બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારની સોગંદવિધિ સંપન્ન : સાતમી વખત મુખ્યમંત્રી બનેલા નીતીશકુમારને રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા : તારકકિશોર પ્રસાદ ,રેણુંદેવી સહીત 7 મંત્રીઓએ શપથ લીધા : ગૃહ મંત્રી અમિતભાઇ ,ભાજપ રાષ્ટ્રીય પ્રેસિડન્ટ જે.પી.નડ્ડા ,દેવેન્દ્ર ફડણવીસ ,સહીત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ : મંત્રી મંડળમાં બ્રાહ્મણ ,ક્ષત્રિય ,યાદવ ,દુસાંધ ,નોનિયા ,બનિયા , સહીત તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન access_time 6:37 pm IST

  • એમપીમાં લવ જેહાદ વિરુદ્ધ આકરી સજાની જોગવાઇવાળો કાયદો આવી રહ્યો છે : મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર આવી રહેલા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવી રહ્યાનું મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે access_time 5:18 pm IST