Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતી જૂનાગઢ પોલીસ : વૃદ્ધાશ્રમમાં વસતા વડીલો સાથે દિવાળીની કરી ઉજવણી

તેઓને જાતે જ જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો એહસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે

 તાજેતરમાં દિવાળીનો તહેવાર હોય, જુનાગઢ પોલીસ દ્વારા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પી.એસ.આઇ. એ.કે.પરમાર, હે.કો. અલતાફભાઈ, જીવાભાઈ, પરેશભાઈ, કલ્પેશભાઈ, પૃથ્વીસિંહ, અજયસિંહ, ભગતસિંહ, વિગેરે સ્ટાફના માણસો ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમ કે જ્યાં કુલ 25 વૃદ્ધો રહે છે, તેઓની સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને ભોજન કરાવી અને સાથે બેસી વાતો કરી, ભોજન પણ કરી, અનોખી સેવા પૂરી પાડેલ છે. હાલના સંજોગોમાં વૃદ્ધો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી, એવા આધુનિક યુગના સમયમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમમાં વસતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી, તેઓને જાતે જ  જમાડવા સહિતની કામગીરી કરી, સહિષ્ણુતા બતાવી અને અતિ વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિનો એહસાસ કરાવી, સંવેદનશીલતાનો અનુભવ કરાવેલ છે.   ભવનાથ ખાતે આવેલ આપણું ઘર નામનું વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધાશ્રમના વૃદ્ધો તથા સંચાલકો જૂનાગઢ પોલીસની સેવાકીય તથા સવેદનશિલ ભાવનાથી ભાવ વિભોર થઇ ગયેલ હતા. જૂનાગઢ ખાતે યુવાન પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા તથા પીઆઇ આર.બી.સોલંકીને દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દિવાળીની ઉજવણી કરાવવાનો વિચાર આવ્યો અને જૂનાગઢ પોલીસ દ્વારા તેનો અમલ કરી, દિવાળીના બંદોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન વૃદ્ધાશ્રમના વૃદ્ધોને તહેવારની ઉજવણી કરાવી, તહેવારને સાર્થક કર્યાની ભાવના વ્યક્ત કરેલ હતી

  આ ઉપરાંત, બી ડિવિઝન વિસ્તારના ચોબારી રોડ ઉપર ઝાંઝરડા ખાતે રહેતા શ્રમિક વર્ગના જરૂરિયાતમંદ લોકોને પણ રાત્રીનું ભોજન કરાવી, દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલોસની તહેવારોના સમયમાં સાહિષ્ણુતાભરી કામગીરીથી ચોબારી રોડ ઉપર વસતા મજૂરોના બાળકો અને વૃદ્ધો સહિતના અબાલ વૃદ્ધો ભાવ વિભોર થયા હતા અને તમામેં જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

 જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા દિવાળી વૃદ્ધો તથા જરૂરિયાતમંદો સાથે ઉજવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી,  પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્રને સાર્થક કરેલ છે......

(8:11 pm IST)
  • શેરબજારમાં આજે સવારે પ્રિ-ઓપન સેશનમાં સેન્સેકસ ૪૦૦ પોઈન્ટ ઉંચકાઈને ૪૪ હજારને પાર કરી ગયો છે : જયારે નીફટી ૧૨,૯૦૦ ઉપર પહોંચેલ છે access_time 12:09 pm IST

  • નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યા હતા: બરાક ઓબામા : અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે મારા બાળપણ ના કરશો હું રામાયણ અને મહાભારત સાંભળીને પસાર કર્યા હતા બરાક ઓબામાએ તેમના આત્મકથાનાત્મક પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં આ વિગતો દર્શાવી છે. access_time 4:21 pm IST

  • શિવસેનાના સુપ્રિમો બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલી અર્પણ : આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમની સમાધી ઉપર શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા : તેમની સાથે તેમના પત્નિ રશ્મી ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ જોડાયા હતા access_time 1:05 pm IST