Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મોરબીઃ બંધુનગર પાસે કાર પલ્ટી જતાં યુવાનનું મોતઃ બે ઘવાયા

રાજકોટ : મોરબીના બંધુનગર પાસે બેસતા વર્ષના દિવસે કાર પલ્ટી ખાઇ જતાં મોરબીના લખધીરપુરમાં રહેતાં મુળ એમ.પી.ના યુવાન રાજેશ ખીમસીંગ ખાપેડ (ઉ.વ.૨૭)નું ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સાથેના બે જણાને નજીવી ઇજા થઇ હતી. વાંકાનેરથી રફાળીયા જતી વખતે બનાવ બન્યો હતો.

(11:34 am IST)
  • ૭૧% લોકોએ ચીનાઓના માલનો બહિષ્કાર કર્યો : લોકલ સર્કલના સર્વે મુજબ દેશમાં આ દિવાળી ઉપર ૭૧% ભારતીય નાગરીકોએ ચાઈનીઝ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે : જો કે જાણકાર વર્તુળો કહે છે કે ચીનથી ફટાકડા સિવાય આવતો માલ ૨ થી ૩ ગણો વધી ગયો છે access_time 12:08 pm IST

  • હવે ભાજપની નજર કરૂણાનિધિના પુત્ર ઉપર મંડાઈ : આવતા વર્ર્ષે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તામિલનાડુનું રાજકારણ કબ્જે કરવા માટે ભારતીય જનતા પક્ષે તામિલનાડુના લોખંડી રાજપુરૂષ સ્વ. કરૂણાનિધિના પુત્ર અલાગીરી ઉપર નજર માંડી છે : અલાગીરી ટૂંક સમયમાં જ ચૂંટણી પહેલા નવો રાજકીય પક્ષ સ્થાપી રહ્યાનું જાણવા મળે છે : ભાજપ તેનો સાથ લઈ દક્ષિણના રાજયોમાં અડીંગો જમાવવા પૂરતો પ્રયાસ કરશે તેમ જાણવા મળે છે access_time 12:07 pm IST

  • એમપીમાં લવ જેહાદ વિરુદ્ધ આકરી સજાની જોગવાઇવાળો કાયદો આવી રહ્યો છે : મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકાર આવી રહેલા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવી રહ્યાનું મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું છે access_time 5:18 pm IST