Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ભાવનગરમાં રાત્રે ખેપ મારવા નીકળેલ ચોર રંગેહાથ ઝડપાયા

દુકાનનું શટર ખોલવામાં આવતા સામે લોકોના ટોળા અને પોલીસને જોઈને ચોર સ્તબ્ધ

ભાવનગર: ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રે ખેપ મારવા નીકળેલા ચોરને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. બનાવ મોડી રાતનો છે. દુકાનને નિશાન બનાવનારા ચોરને પણ ખબર ન હતી કે ચોરી કરવી ભારે પડી શકે છે. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ હાજર હતી. ચોર દુકાનમાં છે એ જાણ થતા જ દુકાનનું શટર ખોલતા ચોર રંગે હાથ ઝડપાયો હતો.

ભાવનગર શહેરના મુખ્ય બજાર એટલે ઘોઘાગેટ ચોક કે જ્યાં પોલીસ ચોકી પણ આવેલી છે. પોલીસ રાત દિવસ ચોકમાં પહેરો આપતી રહેતી હોઈ છે, ત્યારે પોલીસ ચોકી પાછળ આવેલા કોમ્પ્લેક્ષ દુકાનમાં ખેપ મારવા બે શખ્સો ઉતર્યા હતા. કોમ્પ્લેક્ષની અગાસીમાંથી ધીરે ધીરે પાછળથી બે શખ્સો નીચેની દુકાનમાં પહોંચ્યા અને નોવેલ્ટીની દુકાનમાં દિવાળીની રાતે ખેપ મારવામાં સફળ પણ થઇ ગયા હતા. દિવાળીનો તેહવાર હોવાથી કઈક લઈને જતા રહીએ અને કોઈ મજુરી વગર નવું વર્ષ સુધરી જાય તેવો વિચાર લઈને આવેલા ચોર દુકાનમાં પહોંચી પણ ગયા અને ચોરી કરવાની તૈયારી પણ કરતા હતા.એવામાં સ્થાનિક લોકોને જાણ થતા દુકાનની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પર હાજર હતી. સ્થાનિકો દ્વારા દુકાનનું શટર ખોલવામાં આવતા ચોર સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસની હાજરીમાં ચોરની ધુલાઈ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરી ચોરની ધરપકડ કરી હતી

(11:58 pm IST)
  • ૭૧% લોકોએ ચીનાઓના માલનો બહિષ્કાર કર્યો : લોકલ સર્કલના સર્વે મુજબ દેશમાં આ દિવાળી ઉપર ૭૧% ભારતીય નાગરીકોએ ચાઈનીઝ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો છે : જો કે જાણકાર વર્તુળો કહે છે કે ચીનથી ફટાકડા સિવાય આવતો માલ ૨ થી ૩ ગણો વધી ગયો છે access_time 12:08 pm IST

  • મુંબઈના કુર્લા વેસ્ટમાં આવેલ સર્વોદય હોટલ નજીકના એક ગોદામમાં આગ ફાટી નીકળી છે : ફાયરબ્રિગેડ દોડી ગયેલ : આ ઉપરાંત મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલ ૯૦ ફૂટ રોડ ઉપરની ઝૂંપડપટ્ટીમાં ભારે આગ ફાટી નીકળી છે access_time 1:04 pm IST

  • પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે : પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૧૨ નવા કેસો સામે આવ્યા છે, સાથોસાથ ૪૩૭૬ લોકો સાજા પણ થયા છે, જયારે ૫૩ લોકોએ આજ સવાર સુધીમાં જીવ ગુમાવ્યા છે : જયારે દિલ્હીમાં ૩૭૯૭ નવા કેસો જોવા મળ્યા છે : સામે ૩૫૬૦ લોકો સાજા પણ થયા છે : આજે સવાર સુધીમાં દિલ્હીમાં ૯૯ લોકોના મૃત્યુ થયા છે access_time 1:02 pm IST