Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મોરબી ભરતનગર-સાદુળકા ચોકડીથી એકટીવા ચોરીના આરોપીને એક્ટિવા સાથે ઝડપી લેવાયો

આરોપીને એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

મોરબીના ભરતનગર-સાદુળકા ચોકડી પાસેથી એકટીવા મોટરસાયકલની ચોરી થયાની તાલુકા મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે એકટીવા ચોરી કરનારને એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને ચોરી થયેલ એકટીવા રીકવર કરવામાં સફળતા મળી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર પાસે સફેદ એકટીવા નં જીજે ૩૬ એચ ૦૦૪૭ શંકાસ્પદ લાગતા એલસીબી ટીમે સઘન પૂછપરછ કરતા

આરોપી હાજી અકબર મિયાણા રહે મોરબી કુબેરટોકીઝ પાછળ વાળાએ ભરતનગર-સાદુળકા ચોકડી પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી જેને પગલે આરોપીને ઝડપી લઈને એકટીવા મોટરસાયક્લ કીમત રૂ ૩૦,૦૦૦ નો મુદામાલ કબજે કરાયો છે

એલસીબી મોરબીના સંજયભાઈ મૈયડ, આશીફભાઈ ચાણકયા, ભરતભાઈ જીલરીયા સહિતની ટીમે કામગીરી કરી હતી

(11:53 pm IST)