Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

સુરેન્દ્રનગરમાં બિનસચિવાલયની પરીક્ષામાં પ્રશ્નપત્રોનું કવર ખુલ્લું નિકળ્યું : ગેરરીતિ શંકા : તપાસ થશે

સુરેન્દ્રનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board) દ્વારા આજે બિનસચિવાલય ક્લાર્કની (non Secretariat Clerck)ની પરીક્ષા લેવાઇ હતી. 3700 જગ્યા માટે યોજાનારી આ પરીક્ષા માટે 11 લાખ ઉમેદવારોએ આવેદન કર્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટે આ પરીક્ષા આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરમાં પરીક્ષાર્થીઓએ આક્ષેપ કરતાં કહ્યું છે કે, 'એમ.પી શાહ કોમર્સ કોલેજમાં પેપરનાં સીલ તૂટેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.'

અનેક વિદ્યાર્થીઓ હોબાળો મચાવતા આ અંગેની ફરિયાદ જણાવતા કહ્યું કે, 'સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું. આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી. વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી પણ ન હતી.'

ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવાના આશયથી સીલ તોડવામાં આવ્યા છે. હોબાળાના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(4:13 pm IST)