Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ગોંડલના કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી રૃ. ર.૮૩ લાખનો તોડ

રાજકોટઃ હનીટ્રેપમાં  ફસાવીને અપહરણ-મારામારી અને તોડ કરવાના કીસ્સા સમયાંતરે પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે ગોંડલમાં રહેતા પટેલ કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી દશ લાખની માંગણી કરી ર.૮૩ લાખની રકમ પડાવી લેનાર અને પોલીસમેનનો સ્વાંગ રચનાર આહીર શખ્સ અને બે મહિલા સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

ગોંડલના વોરા કોટડા રોડ પર આસોપાલવ પાર્કમા રહેતા કોન્ટ્રાકટરનુ કામકાજ કરતા સંજય જેઠાભાઇ વસોયા નામના યુવાનને આઠેક માસ પહેલા હનીટ્રેપમાં ફસાવી પાંચ કોરા ચેક તથા ર.૮૩ લાખની રોકડ રકમ પડાવી લેનાર પોલીસમેન પ્રવિણ તથા ઉષા ડોબરીયા અન નીપા ઝાલા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

(1:46 pm IST)