Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

માનપુરના યુવાનનું કાર અડફેટે મૃત્યુ

જુનાગઢઃ માનપુરનો અશ્વિનભાઇ  મનસુખભાઇ સોંદરવા નામનો  યુવાન મેંદરડા-સાસણ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રજીસ્ટ્રેશન વગરની સફેદ કલરની ઇનોવા કારના ચાલકે અડફેટે લઇ  ગંભી ઇજા પહોચાડી નાસી છૂટયો હતો.  પોલીસ ઘટના સ્થળે દોડી જઇને ઘવાયેલાને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા પોલાીસે મૃતદેહને પિતરાઇ ભાઇ સંજયભાઇ ભાયાભાઇ સોદરવાની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)