Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મોરબી નવાડેલા રોડ પરથી ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા પ્રદીપ લુહાર ઝડપાયો: રોકડ સહીત મુદામાલ જપ્ત

 

મોરબી સીટી ડીવીઝન પોલીસે મોબાઈલ એપ્લીકેશન પર ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા એક શખ્શને ઝડપી લઈને રોકડ રકમ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

 

મોરબી સીટી ડીવીઝન પોલીસે બાતમીને આધારે નવાડેલા રોડ પર દરોડો કરતા જાહેરમાં આરોપી પ્રદીપ શામજી લુહાર (રહે તખ્તસિંહજી રોડ મોરબી ) આરોપી અક્ષય પરેશ પરમાર (રહે માંડવી કચ્છ ) પાસેથી ઓનલાઈન એપ્લીકેશન મેળવી મોબાઈલ પર ભારત બાંગ્લાદેશ વાચ્ચે ચાલતી ટેસ્ટ ક્રિકેટ પર સટ્ટો રમતો હોય આરોપી પ્રદીપ લુહારને ઝડપી લઈને પોલીસે રોકડ ૩૮૫૦ અને મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૧૩,૮૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

 

(1:04 am IST)