Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

મોરબી જિલ્લામાં ડેન્ગ્યુનો હાહાકાર : રોગચાળાથી બચવા અને જાગૃતતા માટે લાલપર ગામમાં રાત્રી સભા યોજાઈ

મોરબી જિલ્લામાં હાલ ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોને ડેન્ગ્યું તાવ અંગે જાગૃતતા આવે અને રોગચાળાથી બચવા માટેના ઉપાયો જણાવવા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા લાલપર ગામમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રી સભામાં પ્રોજેક્ટર દ્વારા ડેન્ગ્યુના મચ્છરોનું જીવન ચક્ર બતાવવામાં આવેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, એમ.પી.એસ. જગદીશભાઈ કૈલા, દિલીપભાઈ દલસાનિયા, પ્રકાશભાઈ મકવાણા, હાર્દિકભાઈ સોરીયા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વધુ માં વધુ લોકો ડેન્ગ્યુ અંગે જાગૃત થાય તેવી અપીલ કરવામાં આવી હતી

(2:26 pm IST)