Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કિશાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને રજુઆત

જુનાગઢ  : તાલુકાના ઝાલણસર તેમજ આજુબાજુના ગામમાં થયેલ કમોસમી વરસાદથી થયેલ નુકાશનનો તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવા કિશાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે, ઝાલણસર તેમજ આજુબાજુના ગામમાં (૩ થી ૫ ઇંચ જેટલો) કમોસમી વરસાદ થવાથી ખેતીના ઉભા પાકને મોટાપાયે નુકશાન થયેલ છે, જેમાં મગફળી અને કપાસના પાકને ખુબજ નુકશાન થયેલ છે. વારંવાર થતા કમોસમી વરસાદથી ખેડુતો પાયમાલ થઇ રહયા છે. આવા સંજોગોમાં રવિપાકનું વાવેતર પણ સમયસર થઇ શકે તેમ નથી, જેના કારણે ખેડુતોની પરિસ્થિતી દિવસે દિવસે વિકટ થતી જાય છે. હાલ ખેડુત મહા મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહયો છે, ત્યારે છેલ્લા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો તાત્કાલીક ધોરણે સર્વે કરી ખેડુતોને ઉગારવા સહાય ચુકવવામાં આવે, તેમજ સમયસર પાક વિમો ચુકવાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(1:05 pm IST)