Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જેતપુર તાલુકા ભાજપના હોદેદારોની જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં વરણી

જેતપુર તા.૧૬ : ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષ માટે શહેર તાલુકાના હોદેદારોની વરણી કરવાનો કાર્યક્રમ ધોરાજી રોડ પર આવેલ પટેલ સમાજ ખાતે કરવામાં આવેલ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં જેમાં શહેર ભાજપ પ્રમુખ રમેશભાઇ જોગી, મહામંત્રી વિપુલભાઇ સંચાણીયા, મહામંત્રી બાબુભાઇ ખાચરીયા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા ભાજપ પ્રમુખ દિનકરભાઇ ગુંદારીયા - મહામંત્રી વેલજીભાઇ સરવૈયા, નવનીતભાઇ ખુંટની વરણી કરવામાં આવેલ છે. આ પ્રસંગે ડી.કે.સખીયા, ચંદુભાઇ શીંગાળા, જેન્તીભાઇ ઢોલ, જશુમતીબેન કોરાટ, મનસુખભાઇ ખાચરીયા, દિનેશભાઇ ભુવા, સુરેશભાઇ, જેન્તીભાઇ રામોલીયા, કિશોરભાઇ શાહ, પ્રશાંતભાઇ કોરાટ, મીનાક્ષીબેન સોજીત્રા સહિતના પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. નવા વરાયેલા દરેક હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

(1:04 pm IST)