Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાફેલ અંગે કોંગ્રેસ- રાહુલ ગાંધી સામે ભાજપના વિરોધાત્મક ધરણા

રાજકોટઃ રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને કલીન ચીટ આપ્યા બાદ આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધાત્મક ધરણાનું આયોજન કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ. ધરણાના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈમ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્યો અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વનીભાઈ મોલીયા, રાજુભાઈ ધ્રુવ, વિરેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઠાકુર, અજયભાઈ પરમાર, માવજીભાઈ ડોડીયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકારો રાહુલ- કોંગ્રેસ રાફેલ મુદ્દે માફી માંગે, કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ વગેરે બેનરો સાથે જોડાયા હતા.(તસવીરઃ અશોક બગથરીયા)

(1:03 pm IST)