Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગર મારવાડી લાઇન નર્કાકાર બનીઃ ગટરો ઉભરાતા રોડ પર પાણી ભરાયા

વઢવાણ, તા.૧૬: ઠેક ઠેકાણે ગટરો ના પાણી રોડ ઉપર ભરાઈ રહા છે.અને જિલ્લા ની જનતા ને આ ગટર ના પાણી માંથી પસાર થવું પાડી રહ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મેઈન રોડ ઉપર આવેલી અને શહેર ના માધ્યમ માં આવેલી મારવાડી લાઇનમાં વિકાસ ના કામો બાકી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના નેતાઓ દવારા વિકાસના નામે મોટા મોટા બણગા ફૂંકાવા માં આવે છે.અને પેપર પર જિલ્લા ની તમામ ભૂગર્ભ ગટરો ના કામ પૂર્ણ બતાવવા માં આવીયા છે.ત્યારે જિલ્લા ના મારવાડી લાઇન ના રહેવસીઓ ને ભૂગર્ભ ગટર શુ છે તેની પણ પ્રાથમીક વિગત નથી..

ત્યારે ભૂગર્ભ ગટર નાખ્યા પહેલા તો ખુલ્લી ગટરો બુરી દેવા માં આવતા દ્યર વપરાશ ના પાણી નો ભરાવો રોડ પર થઈ રહો છે.ત્યારે મારવાડી લાઇન ના ૧૦ પરિવારો ને પોતાના દ્યર બાર નીકળતા પહેલા ગટર ના પાણી માંથી પાસર થઈ ને દ્યર બાર નીકળવું પડી રહ્યું છે.ત્યારે અનેક નગરપાલિકા માં રજુઆત બાદ પણ આ વિસ્તાર ની પરિસ્થિતિ તેની તેજ છે.

મારવાડી લાઇનમાં ગટરના પાણી લોકોના ફળીયામાં દ્યુસી ગયા છે.અને નીચા દ્યરોમાં છેક રૂમ માં પહોંચ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મધ્ય માં આવેલ મારવાડી લાઇન ના ૧૦ દ્યરો માં માંદગી ના ખાટલાઓ છે.આ વિસ્તારમાં અત્યંત માધ્યમ વર્ગ વસવાટ કરે છે.અને રોજ નું લાવી ને રોજ નું ખાઈ છે.ત્યારે આ વિસ્તારમાં દ્યર દ્યર માં રોગ ચાળો ફેલાયો છે.અને માંદગીના ખાટલાઓ છે.

ત્યારે આગામી સમય માં આ ગટર ના પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા યોગ્ય વેવસ્થા કરાય તેવી માંગ રહેવાસીઓ દ્વારા ઉઠી છે.

(1:02 pm IST)