Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મોરબીમાં ઘરમાં ઘુસી વૃધ્ધાને છરીની અણીએ લુંટી લેનાર ૩ શખ્સોની શોધ

મોરબી તા. ૧૬: શહેરમાં ઘરમાંં ઘુસી એકલી વૃધ્ધાને છરી બતાવી ઘરમાંથી રોકડ અને દાગીનાની લુંટ ચલાવનાર ૩ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીની અનુપમ સોસાયટીના રહેવાસી ઇન્દીરાબેન મનહરલાલ પંચાલ (ઉ.વ.૭૭) નામના વૃધ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે  રાત્રીના  ૦૩:૪૫ થી ૪ દરમિયાન ત્રણ બુકાનીધારી શખ્શો બારીનો કાચ તોડી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા જાગી જતા તેને છરી બતાવી બુકાનીધારી શખ્શોએ ઘરમાંથી સોનાનો ચેન ૨ તોલા, સોનાની માળા ૨ તોલાની, તેમજ સોનાની વીંટી સહિતના દાગીના અને રોકડ રકમ રૂ ૧૨,૦૦૦ સહીત કુલ રૂ ૯૬,૦૦૦ ની મત્તાની લૂંટ ચલાવી આરોપી રાત્રીના અંધકારમાં નાસી ગયા હતા રાત્રીના સુમારે ત્રણ શખ્શોએ છરીની અણીએ દિલધડક લૂંટના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે અને હાલ બી ડીવીઝન પોલીસે લૂંટના ગુન્હા અંગે વૃધ્ધાની ફરિયાદ નોંધી  ત્રણેય બુકાનીધારીઓની શોધખોળ હાથ ધરી છે.

(1:02 pm IST)
  • દિલ્હીની ગેરકાયદે કોલોની કાયદેસર કરવાના મામલે ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ : સંસદની કાર્યસુચીમાં સામેલ નથી બિલ : આમ આદમીના સાંસદ સંજયસિંહએ કાર્યસૂચિ શેર કરીને કહ્યું જુઓ ભાજપનું જુઠ્ઠાણું : મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલ દિલ્હીની અનિધિકૃત કોલોનીઓને અધિકૃત કરવાના બિલ સત્રની કાર્યસૂચિનો હિસ્સો નથી : આમ આદમી પાર્ટીએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું એલાન કર્યું access_time 12:50 am IST

  • દેશમાં વસ્તી કાબુમાં લેવા અંગે કાનૂન બનશે કે તરત રાજકારણમાંથી હું રીટાયર થઇ જઈશ : ગિરિરાજસિંહ access_time 10:43 pm IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST