Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ફરી ઉમંગની સાથે શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું

વઢવાણ,તા.૧૬: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ ના પગલે સમગ્ર ગુજરાત ના ખેડુતો ની ખેતી પર અને ખેડુતો ના ઉભા પાક ને નુકસાન પહોંચ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં પણ કમોસમી વરસાદે ખેડૂતો ને આર્થિક અને ખેડૂતો ની કમર જાણે ભાંગી નાખી હોય તેમ જિલ્લા ના ખેડૂતો પાક નિષ્ફળતા ના પગલે ભાગી પડ્યા છે..

ત્યારે હાલ વરસાદ ના પાણી ખેતરોમાંથી વિસરતા ની સાથે સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ પંથકના ખેડૂતો ફરી એક વખત આશાની નવી ઉજાસ ની કિરણ સાથે શિયાળુ પાક નું વાવેતર કરવા લાગ્યા છે.ત્યારે આગામી સમય માં શિયાળુ પાક જિલ્લા ના ખેડૂતો જીરું,જાર,દ્યઉં, વરિયાળી, જેવા અનેક શિયાળુ પાક ની સારી એવુ વાવેતર કરી સારી એવી ઉપજ મેળવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

(1:01 pm IST)