Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જામનગર : સસ્તા ભાવે કાગળ આપવાનું કહીને ૬.પ૦ લાખની છેતરપીંડી : ર શખ્સો સામે ફરીયાદ

જામનગર, તા. ૧૬ :  ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મીલનભાઇ જમનભાઇ ચનીયારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૪-૧૦-૧૯ના ટેલીફોન ઓફીસની બાજુમાં જીનીયસ ઇન્ટરનેશનલ નામે પ્રિન્ટીંગ પેઢી જુના રેલ્વે સ્ટેશનની બાજુમાં ધ્રોલમાં આ કામના ફરીયાદી મીલનાઇ કાગળની લે-વેચની પેઢી ધરાવતા હોય આ કામના આરોપીઓ રવીભાઇ પટેલ, પ્રકાશ પરીહર એ સસ્તા ભાવે પેપર આપવા લલચાવી બન્ને આરોપીઓ સાથે મળી પેપર માલ આપવા વિશ્વાસ આપી રૂ. ૬,પ૦,૦૦૦નું પેમેન્ટ કરાવ્યા પછી ફરીયાદી મીલનભાઇને પેપર માલ નહીં આપી કે પેમેન્ટ પરત નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી એકબીજાને મદદગીરી કરી ગુનો કરેલ છે.

મોટર સાયકલ સાથે  ટ્રેકટર અથડાયું

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હીરાભાઇ મેઘજીભાઇ વેકરીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩-૧૧-૧૯ના આ કામના ફરીયાદી હીરાભાઇના ભત્રીજા રાજેશભાઇ ધનજીભાઇ વેકરીયા, ઉ.વ.૪૭ તથા ક્રીયાબેન રાજેશભાઇ વેકરીયા ઉ.વ.૧૬ તેનું મોટર સાયકલ જેના રજી. નં. જી.જે. ૦૩ બી.એસ. ૯૯૪૧નું લઇ નીકાવા થી ખડધોરાજીની વચ્ચે ગોલાઇ પાસે આ કામના આરોપી ટ્રેકટર જેના રજી. નં.જી.જે. ૧૦-બી.આર.-પ૭૧૧નો ચાલક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને ગફલત ભરી રીતે ચલાવી રાજેશભાઇના મોટર સાયકલ સાથે અથડાવી અકસ્માત કરી નાશી જઇ ગુનો કરેલ છે.

કલ્યાણપુર ગામે ઇંગ્લીશ દારૂની સાત બોટલ સાથે બે ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઇ આશાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧પ-૧૧-૧૯ના કલ્યાણપુર ગામે આ કામના આરોપી ભાવેશભાઇ ધુધાભાઇ નાકરાણી, ગરસીયા મહેશભાઇ શેવાભાઇ રહે. કલ્યાણપુરવાળા ગામની વાડી વિસ્તારમાં તેના કબજામાં રાખેલ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૭, કિંમત રૂ. ૧૦પ૦૦/- તથા પેનાસોનીક કંપનીનો મોબાઇલ મળી જેની કિંમત રૂ. પ૦૦/- મળી કુલ રૂ. ૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

ઘાસ બાવળવાની દવા કેમ છાંટે છે તેમ કહી લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની રાવ

જોડીયા પોલીસ સ્ટેશનમાં કેશવજીભાઇ ઉર્ફે કારાભાઇ દામજીભાઇ કાનાણીએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧પ-૧૧-૧૯ના રીલાયન્સ પંપ પાછળ ખેતરમાં જોડીયામાં ફરીયાદી કેશવજીભાઇ એ પોતાના ખેતરે કપાસ  જોવા જતા પાસેના ખેતરવાળા આ કામના આરોપી જશમતભાઇ પરસોતમભાઇ છત્રોલા, રે. જોડીયાવાળાએ કહેલ કે મારા સેઢા પર ઘાસ બાળવાની દવા કેમ છાંટે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના પાસેનું લોખંડના પાઇપનો ટુકડો માથામાં ત્રણ ઘા મારી લોહી લોહાણા કરી નાશી જઇ ગુનો કરેલ છે.

(12:58 pm IST)