Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પોરબંદરના ધારાસભ્યન ે જામજોધપુર પંથકની જમીન ઉપર ગેરકાયદે કબજા અંગે હાઇકોર્ટની નોટીસ

પોરબંદર તા ૧૬  : જામજોધપુરની પરડવા સીમમાં ૧૨૫૦ વિઘા જમીન ઉપર ગેરકાયદે કબજા અંગે પોરબંદરના ભાજપ અગ્રણી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાને હાઇકોર્ટે દ્વારા નોટીસ આપવામાં આવી છે.જામજોધપુરની પરવડા સીમની જમીન ઉપર પાર્ટનરશીપથી ગેરકાયદે કબજો કરવા સંબંધે હાઇકોર્ટમાં અગાઉ જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેના પગલે બાબુભાઇ બોખીરીયાને હાઇકોર્ટ દ્વારા નોટીસ આપીને ૧૫ દિવસમાં જવાબ રજુ કરવા જણાવ્યું છે.

(12:12 pm IST)
  • ઉત્તર કોરિયાએ 2017માં કરેલ અણુબૉમ્બનો ટેસ્ટ હિરોશિમા કરતા 17 ગણો પાવરફુલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે access_time 10:42 pm IST

  • 170 ધારાસભ્યો સાથે શિવસેનાની સરકાર પાંચ વર્ષ પુરા ચાલશે : 170 ધારાસભ્યોના ટેકા સાથે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પુરા પાંચ વર્ષ ચાલશે તેમ શિવસેનાના સાંસદ અને સામનાના તંત્રી સંજય રાઉતે જણાવ્યું છે access_time 10:39 pm IST

  • ર૧ શહેરોનું રેન્કીંગ જાહેરઃ મુંબઇનું પાણી સૌથી શુધ્ધઃ દિલ્હીનું સૌથી ખરાબઃ સ્વચ્છ પાણીમાં અમદાવાદ બીજા ક્રમેઃ ત્રીજા ક્રમે ભુવનેશ્વરઃ પાણીની ગુણવતાની તપાસ ૧૦ માપદંડ પર થઇ હતી. access_time 3:22 pm IST