Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

હળવદ પાલિકાના ગોડાઉનમાં રાખેલ સાતસો એલઇડી લાઇટ કોની.?

હળવદ,તા.૧૬: શહેરમાં થોડા મહિના ઓ થી નગર પાલિકાનો વહીવટ સાવ કથળી ગયાનું લોકો અનુભવી રહ્યા છે ત્યારે વિવિધ વિસ્તારોમાં અંધારા ઉલેચવા શહેરીજનો પાલિકામાં એલઇડી લાઇટ ફીટ કરવા અનેક વાર રજૂઆતો કરતાં હોય છે તેમ છતાં પણ અંધારા દૂર થતા નથી ત્યારે શહેરના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવ કાંઠે ના બગીચા માં પાલિકાના ગોડાઉન ( મૂળ કેન્ટીન ની જગ્યા છે ) માં ૭૦૦ થી વધુ એલઇડી લાઇટ સીલ બંધ પડી હોવાનું ધ્યાને આવતાં હળવદ કોંગ્રેસ પાલિકાના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા દ્વારા ગઈકાલે ગોડાઉનમાં તપાસ કરી લાઈટ નો જથ્થો ઝડપી પાડી પાલિકાના કર્મચારીઓની હાજરીમાં રોજ કામ કરાવ્યું હતું આ બાબત બહાર આવતા જ સમગ્ર શહેરમાં આ વાત ટોક ઓફ ધી ટાઉન બનાવા પામેલ છે અને આ એલ. ઇ. ડી. લાઈટ ના આવડા મોટા જથ્થા ના સંગ્રહ બાબતે કોઈ જ આધારભૂત કારણ જવાબદારો દ્વારા મળેલ નથી ત્યારે કોણ સાચું કોણ ખોટું એતો જો યોગ્ય તપાસ થાય તો જ બહાર આવશે.

એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં એલ. ઇ. ડી લાઈટો નાખવામાં નથી આવી અને જે વિસ્તારોમાં નાખવામાં આવી છે જેમાં દ્યણી બંધ હાલતમાં છે ત્યારે શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બગીચા ની કેન્ટિંગ ને કે જે હાલ નગરપાલિકા દ્વારા ગોડાઉન તરીકે ઉપયોગ કરવા માં આવે છે જે ગોડાઉનમાં ૭૦૦ જેટલી એલઇડી લાઇટ સીલબંધ હાલતમાં હોવાનું હળવદ કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા દિનેશભાઇ મકવાણા ને ધ્યાને આવતા ત્યાં તપાસ કરવામાં આવી હતી .જેથી તપાસ કરાતા એલ ઇ ડી લાઇટ નો જથ્થો પરમ દિવસ ની રાત્રીના અમુક શખ્સો અન્ય જગ્યાએ ખસેડતા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ગોડાઉનને તાળુ મારી દઈ ગઈ કાલે પાલિકાના કર્મચારી ને બોલાવી રોજ કામ કરાવ્યું હતું જેમાં અનેક ચોંકાવનારા સવાલો સામે આવ્યા હતા

આવડો મોટો એલ ઇ ડી લાઈટ મળી આવતા લોકો ચર્ચા કરી રહ્યા છે કે એને ફિટ કરવા ને બદલે એનો સંગ્રહ કરવા પાછળ નું શુ પ્રયોજન છે ? કોની પરવાનગી થી આ લાઈટો બંધ કેન્ટીન માં રાખવા મા આવી ? ત્યારે આ અંગે કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એલઈડી લાઇટ બંધ છે અને દ્યણા વિસ્તારોમાં નખાય પણ નથી ત્યારે આ એલઇડી લાઈટ શહેરમાં ફીટ કરવામાં કૌભાંડ આચરી આ જથ્થો હળવદના બે-ત્રણ રાજકીય આગેવાનો હોવાનું અમને જાણવા મળે છે જેથી આ બાબત યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ કરાઈ છે.

(12:08 pm IST)