Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરેન્દ્રનગર ઝીંઝુવાડા હોસ્પિટલમાં ડેંગ્યુના દર્દીની મુલાકાત લેતા ધારાસભ્ય સોલંકી

વઢવાણ,તા.૧૬: જયાં જિલ્લાના સૌથી વધુ ડેન્ગ્યુના દર્દી છે તેવા ઝીંઝુવાડા હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને જિલ્લાના મીઠાના અગ્રણી વેપારી શ્રી કે એસ ઝાલા ,ક્ષત્રિય અગ્રણી શ્રી મેતુભા ઝાલા,  જયંતીભાઈ રાઠોડ ,તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ફારુક ખાન મલિક અને વિધાનસભા વિસ્તારના યુવા કોંગ્રેસના પ્રમુખ  વિનોદસિહ ચાવડા અને તેમની ટીમના બીપીનસિહ , જાલમસિહ, જયપાલસિહ વગેરે સાથે દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને ડોકટરોને જરૂરી સૂચનાઓ આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકા જયારે ભયંકર માત્રામાં રોગચાળો ફેલાયો છે ત્યારે પાટડી દસાડા જેનાબાદ રસુલાબાદ જેવા ગામોમાં ડેન્ગ્યુના અસંખ્ય કેસો પાટડી દસાડા વિસ્તારમાં જયારે નોંધાયા છે ત્યારે પાટડીની સરકારી દવાખાનામાં  બેડો પણ ખૂટી ગયા હતા ત્યારે પાટડી દસાડા તાલુકાના લોકો દ્યરે દ્યરે માંદગીમાં સપડાયા હતા ત્યારે આજે પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય સોલંકી નવસાદ ભાઈ તેમજ આ વિસ્તારના કોંગ્રેસી કાર્યકરો અને આ ગામના લોકો ની બીમારી અંગેની પૂછપરછ કરીને પાટડીના આરોગ્ય કેન્દ્ર ડોકટરો સાથે મુલાકાત કરી આ જિલ્લામાં વકરેલો રોગચાળો મેળવ્યો હતો

હાલમાં આ પાટડી દસાડા તાલુકા રોગચાળો વકર્યો છે ત્યારે ડોકટરોની ટીમ અને દવાઓનો છંટકાવ અને હાલમાં આરોગ્યલક્ષી તમામ સેવાઓ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું ત્યારે હાલમાં સિવિલ સર્જન ધારાસભ્ય શ્રી ને જણાવ્યું હતું કે છેલ્લા એકાદ સપ્તાહથી રોગચાળો અને નિયંત્રણમાં છે આમ છતાં પણ પાટડી દશાડા તાલુકાનુ જનતાને સતત રોગચાળા અંગે જાગૃત રહેવા માટે અપીલ કરી હતી ત્યારે આજે પાટડી દસાડા તાલુકા ધારાસભ્યશ્રી નવસાદ ભાઈ સોલંકી આમ ઓચિંતી મુલાકાત લેતા આરોગ્ય વિભાગમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

(12:01 pm IST)