Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ખંભાળિયામાં 'ચાઇલ્ડલાઇન સે દોસ્તી' કાર્યક્રમ

ખંભાળીયાઃનરેન્દ્ર કુમાર મીના સાથે દેવભૂમિ દ્વારકા ચાઇલ્ડલાઇન ૧૦૯૮ દ્વારા બાળ દિવસ ની ઉજવણી અંતર્ગત 'ચાઇલ્ડલાઇન સે દોસ્તી' નો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતે સ્વ. જે.વી નારીયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા આ વિશિષ્ઠ કાર્યક્રમમાં બાળકો દ્વારા કલેકટર, મામલતદાર , જિલ્લા બાળ સુરક્ષા એકમ નો સ્ટાફ, જિલ્લા સમાજસુરક્ષા સ્ટાફ, મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીનો સ્ટાફ,તથા કચેરીના કર્મચારીઓના હાથ પર ચાઇલ્ડ લાઈન સે દોસ્તીના બેલ્ટ બાંધી વિશ્વાસ સુરક્ષા અને પ્રેમની અભિવ્યકિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેન્ટર કોર્ડીનેટર નિતેશભાઇ પિંડારિયા તથા તેમની ટીમના ભોવાનભાઈ પુરોહિત, નીરજભાઈ ઠાકર, દિપ્તીબેન પાઠક, જલ્પાબેન વાદ્યેલા, હિતેશભાઈ, જીનીશાબેન, નીલેશભાઈઙ્ગ ઙ્ગદ્વારા ચાઇલ્ડલાઈન ૧૦૯૮ વિશે વિગતવાર માહિતી આપી આ કાર્યક્રમ કરવા અંગેના મુખ્ય હેતુ સાથે તેનો પ્રચાર-પ્રસાર કરીને કર્મચારી સાથે મૈત્રી ભાવનાના સંબંધ કેળવાય તે વિશે સમજ આપી જહેમત ઉઠાવી હતી હતી.કાર્યક્રમની તસ્વીર.

(12:00 pm IST)