Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જામનગરમાં કાલે કલાર્ક ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ની લેખીત પરીક્ષા

ઝેરોક્ષ કોપીયર મશીનો બંધ રાખવા જાહેરનામુ બહાર પડ્યું

જામનગર તા.૧૬: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત કારકુન અને સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની લેખિત પરીક્ષા તા.૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્ત્।રો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાની સંભાવના છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્ત્।ાની રૂએ જામનગર જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી / અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોને તા.૧૭ નવેમ્બર ૨૦૧૯ના સવારના ૧૨:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્રારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવા તથા પરીક્ષા કેન્દ્રોમાં કોઇ અનાધિકૃત વ્યકિતએ પ્રવેશ કરવો નહી અને પરીક્ષા દરમિયાન કોઈએ પરીક્ષા કેન્દ્વોમાં પરીક્ષાને લગતી અનઅધિકૃત લેખન સામગ્રી, મોબાઇલ ફોન કે કોઇપણ ઇલેકટ્રોનિકસ ગેઝેટ સાથે પ્રવેશ કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

(11:59 am IST)