Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બરડા ડુગરમાં દેશી દારૂના ૨૨ કેરબા સાથે ૨ શખ્સોને પકડી પાડતી પોરબંદર એલસીબી

પોરબંદર,જુનાગઢ,તા.૧૬:  બરડા ડુંગરમાં પોરબંદર એલસીબીએ દરોડો પાડીને દેશીદારૂ ભરેલા ૨૨ કેરબા સાથે ૨ શખ્સોને પકડી પાડ્યા હતા. દારૂ હેરાફેરીમાં મદદાગારી કરનારા અન્ય ૭ શખ્સો સામે પણ ગુન્હો નોંધયા છે.

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિર્લં દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી. ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે ની ખાસ સુચના થયેલ હોય જે અનુસંધાને LCB PI એમ.એન. દવે તથા PSI એચ.એન.ચુડાસર્માં એલસીબી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન HC બટુકભાઇ વિંઝુર્ડાં ને મળેલ ચોક્કસ હકીકત આધારે રેડ કરતા બરડાડુંગર જુના નવા ગંડીયાવાળા નેસની વચ્ચે ધારમાં નાથા ગોનન કોડીયાતરના ખેતરની વંડી પાછળ પડતર જગ્યામાં બાવળોની કાટની આડાશમા દેશીદારૂનો જથ્થો રાખીઙ્ગ દેશી દારૂની હેરાફેરી કરતા કાના ઉર્ફે કારડી નાથા કોડીયાતર (ઉવ. ૫૦)  જેસા વેજા મોરી, ઉવ.૩૦, રહે.બન્ને જુના ગંડીયાવાળા નેશ, તા. રાણાવાવ  વાળાને દેશી પીવાનો દારૂ ભરેલ કેરબા નંગ-૨૨, દારૂ લીટર-૧૩૧૦ મોબાઇલ ફોન નંગ-૧, મળી કુલ મુદામાલ રૂ.૨૯,૩૨૦/-ર્ં ના સાથે પકડી પાડેલ

 રેડ દરમિયાન હાજર નહીં મળી આવેલ અને આ ગેરકાયદેસર દારૂની પ્રવૃત્ત્િ।માં મદદગારી કરર્તાં બધા વેજાભાઇ મોરી,  કરશન કાનાભાઇ કોડીયાતર રહે. બંને ગંડીયાવાળા નેશ ભુરા બાલા કોડીયાતર રહે. ખોડીયાર નેશકારા કાના કોડીયાતર રહે. ફુલઝરનેશ  વજુ ગલાભાઇ મોરી રહે. ધ્રામણીનેશ તેમજ આ દેશી દારૂનો જથ્થો જે જગ્યાએ મોકલવાનો હતો તે ઈસમો ઉમેશ ખીમા મકવાણા જાતે દેશીપુજક રહે. ઉપલેટા ભવાની નગર  પ્રદીપ ઉર્ફ પદીયો વિછી ખત્રી રહે. રણજીતનગર, જામનગર્રં વાળાઓ વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકબાઇ વિંઝુડા, રવિન્દ્રભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(11:54 am IST)