Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મૃતક ખેડૂતના રૂપિયા ઉપાડીને લેવાનું કૌભાંડ

ભાવનગર,તા.૧૬: જુના કોદીયા ગામના ખેડૂત ભગુભાઈ લાખાભાઈ ભાદરકા ગત તા.૩૧/૭/૧૮ ના રોજ સ્વર્ગવાસ થયેલ.તેઓનું પોતાના દીકરા કાળુભાઇ સાથે ઠળિયા માં આવેલ બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ હતું.આજે કાળુભાઇ ખાતામાં થયેલ લેવડ દેવડ ની પાસ બુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા.ત્યારે મેનેજર એ તમારું ખાતું બન્ધ કરાવવામાં આવેલ હોવાનું અને તેમાં પડેલ ૧૫૮૬૫/-રૂપિયા ગત.તા ૨૪/૯/૧૯ ના દિવસે ઉપાડવામાં આવેલછે. તેમાં અંગુઠો મારવામાં આવેલ હતો.એ અંગુઠો મૃતક ખેડૂત ભગુભાઈ નો હોવાની વાત કરવામાં આવેલ. આથી કાળુભાઇ એ જણાવ્યું હતુંકે મારપિતા સ્વર્ગવાસ થયાને એકવર્ષ થયુ. ત્યારબાદ તપાસ કરવામાં આવતા મંડળી ના મંત્રીએ રૂપિયા ઉપડીલીધા નું કાળુભાઇ ને જાણવા મળેલ.વાત એવી પણ છેકે આવું બે ચાર ખેડૂતો સાથે બનેલ છે. આ પ્રકરણમાં મંડળી ના મંત્રી ઉપરાંત બેંક ના વ્યકિત પણ જોડાયેલ હોવા જોઈએ.તપાસ થાય તો વધુ ચોંકાવનારી વિગતો પ્રકાશ માં આવેતેવી શનકા સેવાઇ રહી છે.

કાળુભાઇ ભાદરકાએ જણાવ્યું હતુંકે પોતાના પિતાના અવસાનને એમ વર્ષ વીતી ગયેલ. ખાતામાં પડેલી રકમ અને લેવડ દેવડ બાબતે પાસબુક લઈને આજે એન્ટ્રી પડાવવા ગયેલ.ત્યારે સમગ્ર પ્રકરણ બહાર આવેલ. તેઓએ ઉમેર્યું હતુંકે મારા પિતા જીવતા હતા. ત્યારે અમે બન્ને જોઈન્ટ એકાઉન્ટ ના કારણે રૂપિયા ઉપાડવા જતા ત્યારેજ આમને કેશ આપવામાં આવતી.બેંક દ્વારા.તો આ રકમ મારા અને મારા પિતાજી વગર મંત્રી એ ઉપાડી લીધી આથી બેંકના કર્મચારી ની મિલી ભગત વગર શકય નથી. આ મોટું કૌભાંડ હોય તેવી અને તપાસથાય તેવી લાગણી કાળુભાઇ અને કોદીયા ગામના સામાજિક કાર્યકર બી.કે આહીર એ વ્યકત કરી હતી.

(11:49 am IST)