Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા

વાહન વ્યવહારને ભારે અસર પડી : મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર વર્તાય

તસ્વીરમાં વહેલી સવારના ઝાકળવર્ષા થઇ તે જ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે જોરદાર ઝાકળવર્ષા થતા શિયાળા જેવો અહેસાસ થઇ રહ્યો છે.

આજે વહેલી સવારના જોરદાર ઝાકળવર્ષ થતાં વાહન વ્યવહારને ભારે અસર થઇ હતી અને મોડે સુધી વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી.

ગઇકાલથી માવઠાએ ભારે નુકશાન પહોંચાડયા બાદ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર સાથે શિયાળા જેવી રૂતુનો અનુભવ થાય છે.

(11:49 am IST)