Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જસદણના કનેસરામાં પૈસાની ઉઘરાણી પ્રશ્ને અશ્વિનગીરીને છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

બાવાજી યુવાને ઉછીના આપેલા રૂ. પ હજાર માગતા સાગર કુકડીયાએ છરી ઝીંકી દીધી

રાજકોટ તા. ૧૭ :.. જસદણના કનેસરામાં ચાર મહિના પહેલા ઉછીના આપેલા રૂ. પ હજાર માંગતા બાવાજી યુવાનને સાગર શૈલેષભાઇ કુકડીયાએ છરી વડે હૂમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જસદણના કનેસરા ગામમાં રહેતો અશ્વિનગીરી લહેરગીરી ગોસાઇ (ઉ.રપ) એ ચાર મહિના પહેલા ગામમાં રહેતો સાગર શૈલેષભાઇ કુકડીયાને પાંચ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતાં. પરમ દિવસે અશ્વિનગીરીએ સાગર પાસે પૈસા માગતા સાગરે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ બાવાજી યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટી માર મારી પેટની ડાબી બાજુ છરી ઝીંકી દીધી હતી. અને વાંસા તથા હાથમાં પણ ઇજા કરી ભાગી ગયો હતો.

આ બનાવ અંગે ભાડલા પોલીસે બાવાજી યુવાનની ફરીયાદ પરથી સાગર વિરૂધ્ધ હત્યાની કોશીષની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એન. એચ. જોષીએ તપાસ આદરી છે.

(3:16 pm IST)