Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભાટીયા બાલીકા વિદ્યાલયની સંખ્યા સરકારે ૧પ૦ મંજુર કરી

કન્યા કેળવણી માટેની સાંસદ પૂનમબેનની જહેમત ફળી

જામનગર, તા., ૧૭: કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય કાર્યરત છે અને તેમાં પ૦ બાળાઓ માટેની જગ્યા છે. આ વિસ્તારમાં ડોર ટુ ડોર કરતા અભ્યાસ કરવા માંગતી પછાત વર્ગોની બાળાઓની સંખ્યા ઘણી છે. તેમજ રાજયના અતિ પછાત તાલુકાઓમાં કલ્યાણપુરનો સમાવેશ થાય છે. માટે આ વિસ્તારમાં કન્યા કેળવણીની સુવિધા વધે તેની તાતી જરૂર હોઇ આ અંગે કલ્યાણપુર પંથક તથા દ્વારકા જીલ્લાના અગ્રણીઓ પ્રજા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓ વાલીઓ દ્વારા સાંસદશ્રી પુનમબેન સમક્ષ રજુઆત કરી હતી. આ બાબતને ગંભીરતાથી મહત્વ આપી સંસદસભ્યશ્રી પુનમબેન માડમએ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ આ વિદ્યાલયની બેઠક સંખ્યા વધારવા રજુઆત કરી હતી. જે ભલામણને માન્ય રખાઇ છે અને આ બાલીકા વિદ્યાલયમાં રહીને કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજના અંતર્ગત અભ્યાસ કરી શકે તે માટે બાલીકાઓ માટે હાલ જે પ૦ બેઠક છે જેમાં વધારો કરી ૧પ૦ બેઠક કરવામાં આવી છે.

(1:48 pm IST)