Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વલ્લભીપુર - સુરેન્દ્રનગર કેનાલમાં રાજપરા પાસે સાઇફનમાં ગાબડુ પડતા પાણીનો બગાડ

સુરેન્દ્રનગર તા. ૧૭ : ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખુબજ ઓછો વરસાદ પડતા જગતનો તાત ખુબજ મુશ્કેલીમાંઙ્ગ છે ત્યારે આ ચાલુ વરસે વરસાદ ઓછો પડતા તેમજ વાવણી કાર્ય બાદ સમયસર વરસાદ ન પડતા પાક તેમજ વાવણી નિષ્ફળ જવાથી મોટાભાગના ખેડૂતો એ નુકસાનીનો સામનો કર્યો છે ત્યારે રાજય સરકાર દ્વારા નર્મદાનું પાણી કેનાલમાં આપી ખેડૂતોના પાકને જીવતદાન મળે તેમજ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તે માટે પ્રયાસ કરી કેનાલમાં પાણી છોડવામાં આવે છે જેના ભાગ રૂપે સુરેન્દ્રનગર -વલ્લભીપુરની મુખ્ય કેનાલ જે રાણપુરના રાજપરા પાસેથી પસાર થાય છે તે કેનાલમાં ગઈકાલે સાંજે સાઈફનમાં ગાબડું પડેલ ગાબડું પડતા લાખો લીટર પાણી નો થયો બગાડ તમામ પાણી ભાદર નદીમાં વહી જતા ગાબડું પડ્યાના ૧૨ કલાક કરતા વધારે સમય વહી જવા છતા વહીવટી વિભાગ દ્વારા કોઇપણ જાતની કામગીરી હાથ પર લીધેલ નહિ અંતે અધિકારી દ્વારા ઉપરવાસથી પાણીનું પ્રેસર ઓછુ કરી દેતા ભાદરમાં વહી જતું પાણી અટકાવી પોતાના કામથી સંતોષ કર્યો હોય તેમ કોઈ એ સ્થળ પર મુલાકાત ન લીધી ત્યારે ઓછા વરસાદના કારણે એકમાત્ર રવિ પાક માટે આધારિત આ કેનાલમાં ગાબડા પડવાના કારણે લાખો લીટર પાણી બરબાદ થતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.

(1:47 pm IST)