Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોંગ્રેસના કોઇ પણ આગેવાન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જોવા ફરકયા નથીઃ પરસોતમભાઇ રૂપાલા

અમરેલી જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સ્નેહમિલન

અમરેલી, તા., ૧૭: અમરેલી ખાતે જિલ્લા ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો.  જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્યું કે વિધાનસભાઓની ચુંટણી પછી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જીત થઇ રહી છે. જનતા કોંગ્રેસના જુઠાણા જાણી ગઇ છે અને તેનો યશ કાર્યકર્તાઓને જાય છે તેમ જણાવ્યું હતું.

આ સ્નેહ મિલનમાં સાંસદ નારણભાઇ કાછડીયા, પુર્વ મંત્રી વી.વી.વઘાસીયા, પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી, પ્રદેશ મંત્રી દર્શનીબેન કોઠીયા, જિલ્લા પ્રભારી ભરતભાઇ ગાજીપરા, પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, પ્રદેશ આગેવાન મહેશભાઇ કસવાલા, જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ કિશોરભાઇ દવેએ નવા વરસની શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના મહામંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું  કે અંત્યોદય આધાર પર અને છેડાના માણસને લક્ષ્યમાં રાખીને રાજય અને કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ બની રહી છે અને જેના પરીણામે આજે દેશનો સામાન્ય માણસ ખુશ છે આગામી દિવસોમાં ભાજપનો કાર્યકર્તા વિકાસની યોજનાઓ લઇને જન જન સુધી પહોંચે તેવી અપેક્ષા રાખુ છું.

કૃષીમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે જનસંઘથી ભાજપની વિકાસ યાત્રામાં કાર્યકર્તાનું ખુબ મોટુ યોગદાન છે અને કાર્યકર્તાઓના પરીશ્રમનાં આધારે વિજય મળતો હોય છે.

કાર્યક્રમમાં અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવેલ કે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી હોવા છતા પણ કોંગ્રેસના એક પણ આગેવાન આજદીન સુધી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાનાં દર્શન કરવા ફરકયા નથી. કોંગ્રેસીઓએ આજ દીન સુધીનો સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. પરંતુ આવી ભવ્ય પ્રતિમા સુધી જવાનો પણ એમની પાસે સમય જ નથી.

આ સ્નેહ મિલનમાં પાર્ટીના જુના અને પીઢ આગેવાનો તેમજ મીસાવાસીઓ કાર્યકર્તાઓને સાલ ઓઢાડીને સન્માનીત કરવામાં આવ્યા હતા અને પાર્ટી દ્વારા જે  વિસ્તારકોને બીજા જિલ્લામાંથી નિમણુંક અપાયેલ છે તેવા કાર્યકર્તાને સન્માનીત કરાયા હતા.

સફળ બનાવવા જિલ્લા ભાજપની ટીમ જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી રવુભાઇ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, ઉપપ્રમુખશ્રી મનુભાઇ આદ્રોજા, જીતુભાઇ ડેર, મયુર હીરપરા, જયોત્સનાબેન અગ્રાવત, વંદનાબેન મહેતા, રંજનબેન ડાભી, મંત્રીશ્રી ભરતભાઇ વેકરીયા, હીતેશભાઇ જોષી, ચેતન શીયાળ, અલ્કાબેન દેસાઇ, મબુધેન જોષી, જયાબેન ગીલાણી, મંજુલાબેન વિરડીયા, રાજુભાઇ ગીડા, કોષાધ્યક્ષશ્રી ભીખાભાઇ સરવૈયા, તેમજ જિલ્લા ભાજપ મોરચાના પ્રમુખશ્રી આનંદભાઇ ભટ્ટ, શાંતિભાઇ રાણવા, બાબુભાઇ મકવાણા, રાજુભાઇ મીલન, ઘનશ્યામભાઇ સાવલીયા, અતુલ કાનાણી, મહામંત્રી જીતુભાઇ જોષી, મૃગેશ કોટડીયા, વિપુલ શેલડીયા, અરવિંદ ચાવડા, દુલાભાઇ તરસરીયા, એ.વી.રીબડીયા, નિતેશ ડોડીયા, મુકેશ ગોંડલીયા, ધીરૂભાઇ માયાણી, વિપુલ કયાડા, પ્રવિણ રફાળીયા, મનસુખભાઇ ગેડીયા, પ્રકાશભાઇ કારીયા, હિંમતભાઇ દોંગા, ઘનશ્યામ ત્રાપસીયા, રણજીતભાઇ વાળા, સુરેશભાઇ પાથર, રાજેશ કાબરીયા, રશીક પાથર, મનીશ ઘરજીયા, વિનુભાઇ રાદડીયા, ગોપાલભાઇ અંટાળા, પ્રણવભાઇ જોષી, દામજીભાઇ ડાયાણી, અનીલભાઇ નાંઢા, લાઠી તાલુકાના ભાજપ પ્રમુખશ્રી મગનભાઇ કાનાણી, ભરતભાઇ ગઢવી, જગદીશભાઇ ખુંટ, પ્રીતેશભાઇ નારોલા, ધર્મેન્દ્રભાઇ જાડેજા, સતીશગીરી ગોસ્વામી, લલીતભાઇ આંબલીયા, મુકેશભાઇ ખોખરીયા, અલ્તાફભાઇ નથવાણી, નીતીનભાઇ રાઠોડ, મહેશ ભાયાણી, બહાદુરભાઇ બકોતરા, પુનાભાઇ ગજેરા, અશ્વીનભાઇ ત્રિવેદી, જયસુખભાઇ સાવલીયા, મયુરભાઇ ઠાકર, જયસુખભાઇ નાકરાણી, અરવિંદભાઇ યાદવ, ચતુરભાઇ કાકડીયા, વિજયભાઇ ગજેરા, ભનુભાઇ ડાભી, મયુરભાઇ દવે, મહામંત્રી બાબુભાઇ વાણીયા, મહેશગીરી ગોસ્વામી, ભોળાભાઇ લાડુમોર, મહામંત્રી ધીરૂભાઇ ગોહીલ, વિનુભાઇ તારપરા, દીલીપભાઇ સોલંકી, ડો.જીતુભાઇ સોની, અશોકભાઇ બારૈયા, દીનેશભાઇ ત્રિવેદી, જીતુભાઇ મકવાણા, ડો.ગીરીશ ભાલાળા સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(1:46 pm IST)