Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

દિલ્હી ખાતે નેટવર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કો-ઓપ. ઇન એશીયા એન્ડ ધ પેસેફીકના સેમીનારનું સંઘાણીના હસ્તે સમાપન

અમરેલી તા. ૧૭ : દિલ્હી ખાતે નેટવર્ક ફોર ધ ડેવલપમેન્ટ  ઓફ એગ્રીકલ્ચર કો.ઓપ.ઈન એશીયા એન્ડ ધ પેસીફીક સહકારી સેમીનાર યોજાયો હતો.

આ સેમીનારમાં સહકારી પ્રવૃતિના માઘ્યમથી દેશના ખેડુતો, મહિલાઓ તેમજ છેવાડાના માનવી સુધી માળખાકીય સુવિધાઓ કેમ પહોંચાડવી તેમજ સહકારી નેટવર્ક વધુ કેમ વધારવુ તેમજ વધુના વધુ સહેલાઈથી કેમ લોકો સુધી લાભ મળે તે બાબતે ચર્ચાઓ દેશ વિદેશના સહકારી આગેવાનોની ઉપસ્થિતીમાં થઈ હતી.

ખેતિના માઘ્યમથી ખેડુતોની આવકમાં કેમ વધારો કરી શકાય, તેમના ઉર્પાજન કેમ વધારો કરી શકાય તેમજ ખેતિનો વિકાસ કઈ રીતે કરી શકાય તેવી આ સેમીનારમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. જેનુ સમાપન રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ હતુ.

(1:45 pm IST)