Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જુનાગઢમાં કાલે ઓબીસી, એસ.સી., એસ.ટી. એકતા મહાસંઘનું સ્નેહ મિલન : બે હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે

જુનાગઢ, તા. ૧૭ : ઓબીસી, એસ.સી., એસ.ટી. એકતા મહાસંઘ ગુજરાતના આગેવાનો બટકુભાઇ મકવાણા, જીતુભાઇ મણવરની એક સંયુકત યાદી મુજબ કાલે તા. ૧૮  રવિવારના રોજ સમય બપોરના ર-૩૦થી પ-૩૦ કલાકે સ્થળ : પ્રજાપતિ એકતા ભવન, ભારતીય આશ્રમની બાજુમાં, ભવનાથમાં બે હજાર પ્રતિનિધિઓની હાજરીમાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ છે.

સ્નેહ મિલનનો હેતુ બીનપક્ષીય અનામત અને બંધારણીય અધિકારોના રક્ષણ અને સામાજીક તથા આર્થિક સમાનતા દરેક સમાજનો વિકાસ થાય અને અંદર અંદરના વૈમનસ્ય, ઝઘડાઓનો અંત લાવી કાયમી સમાધાન ંચની રચના કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

વાઘેશ્વરી માતાજી મંદિરે બપોરે અન્નકોટ દર્શન

પ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે અન્નકોટના દર્શન કારતક સુદ ૯ (નોમ) આજે તા. ૧૭ને શનિવારે રાખેલ છે. અન્નકોટના દર્શન બપોરે ૩-૩૦ થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી રાખેલ છે. સર્વ દર્શનાર્થીઓ તથા માયભકતોને અન્નકોટના દર્શનનો લાભ લેવા વાઘેશ્વરી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઇ રાજપરા, રમીલાબેન વેડીયા, વિજયભાઇ કિકાણી દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવ્યું છે.

(1:44 pm IST)