Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગિરનારની લીલી પરિક્રમમાં સંદર્ભે વિભાગવાર લાયઝન અધિકારીની નિયુકિત

જિલ્લાની ૧૮ કચેરીઓનાં વડા અને લાયઝનની નિમણુક

જૂનાગઢ, તા.૧૭: જૂનાગઢ શહેરની શાન સમાન લીલી પરીક્રમા એટલે કે ગીરનાર પરિક્રમા-૨૦૧૮ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જૂનાગઢની કચેરી દ્વારા કચેરી વાર લાયઝન અધિકારીની નિમણુક કરવામાં આવી છે. કલેકટર કચેરીના વડા કલેકટરશ્રી ડો. સૈારભ પારધી, લાયઝન અધિકારી નિવાસી અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.કે.બારીયા, મહાનગરપાલીકાના વડા પ્રકાશ એલ. સોલ;કી, અને લાયઝન અધિકારી તરીકે નાયબ કમિશ્નરશ્રી એમ.કે.નંદાણીયા, પોલીસ અધિક્ષકશ્રીની કચેરીનાં વડા શ્રી સૈારભ સિંદ્ય, અને લાયઝન અધિકારી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા, વનવીભાગ નાયબ વનસંરક્ષકશ્રીની કચેરીનાં વડા ડો. સુનિલ કે. બેરવાલ અને લાયઝન અધિકારી મદદનીશ વન સંરક્ષકશ્રી બી.કે.ખટાણા, આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના વડા ડો.સી.એ.મહેતા, અને લાયઝન અધિકારી ડો. સી.એલ.વ્યાસ, જનરલ હોસ્પીટલના વડા ડો.ડી.આર.મકવાણા, અને લાયઝન ડો. ટી.જી.સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરીના વડા શ્રી કેયુર પી.જેઠવા અને લાયઝન અધિકારીશ્રી એન.કે.મોરી, મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઐાષધિનયમન તંત્ર ના વડા અને લાયઝન જે.એચ.શાહ, જિલ્લા માહિતી કચેરીના વડા શ્રી રાજુભાઇ જાની અને લાયઝન અશ્વિન પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના વડા વી.પી.ચૈાધરી અને લાયઝન અધિકારી શ્રી આર.પી.પટેલ, જિલ્લા આપતિ વ્યવસ્થાપન કચેરીનાં વડા કલેકટરશ્રી સૈારભ પારધી અને લાયઝન અધિકારી ફકિન શીવાની, કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પુરવઠા બોર્ડના વડા અને લાયઝન અધિકારી ડી.એમ.સિંધલ, કાર્યપાલક ઈજનેરની કચેરી પી.જી.વી.સી.એલનાં વડા યુ.જી.વસાવા અને લાયઝન અધિકારી એન.પી.ગોહીલ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગના વડા એલ.વી.બારીયા અને લાયઝન અધિકારી નાયબ ઈજનેર આર.આર.પટેલ, સહાયક વિદ્યુત નિરિક્ષકશ્રીની કચેરીના વડા અને લાયઝન અધિકારી જી.કે.પ્રજાપતિ, વિભાગિય નિયામકશ્રી એસ.ટીની કચેરીનાં વડા આર.એચ.વાળા અને લાયઝન અધિકારી યાંત્રીક ઈજનેરશ્રી કે.એમ.જાડેજા, એચ.એન.ખાંભલા, ડી.યુ. વાદ્યેલા રહેશે.નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (રાજય)ની કચેરીનાં વડા અને લાયઝન નાયબ કાર્યપાલક ઈજનેર સી.એન.મારૂ, મદદનીશ કાનુન માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના વડા અને લાયઝન એ.આર.પંડ્યાની લીલીપરીક્રમા સંદર્ભે પારસ્પરીક સંકલન કામગીરી અર્થે નિયુકિત આવી છે.

(1:44 pm IST)