Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જૂનાગઢમાં હિન્દુ ધોબી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સાથે લોકજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ તા.૧૬: જૂનાગઢ શહેર સમસ્ત હિન્દુ ધીબી સમાજ યુવક મંડળ ઉપક્રમે જ્ઞાતિ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મેયર આદ્યશકિતબેન મજમુદારે ધોબી સમાજમાં વયોવૃદ્ધની શ્રેષ્ઠ સેવા કરનારાઓ દંપતિઓની શાલ ઓઢાડી સન્માન કર્યંુ હતું. તેમણે મનસુખભાઇ વાઝાની સેવા નિષ્ઠાની ભારોભાર પ્રશંસા કરીહતી.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન મંડળના પ્રમુખ,, સમાજ સુધારક મનસુખભાઇ વાજાએ કર્યું હતું. તેમણે અંધશ્રદ્ધાને દેશવટો આપી ભાવિ પેઢી ઉપર શિક્ષણ ઉપર ભાર મુકવા અપીલ કરી હતી. વિદ્યાર્થીઓના ચમત્કાર સમારંભમાં દિનેશભાઇ મોડાશીયા (દિવ ઘોઘા), કેવલભાઇ વાઝા, મગનભાઇ પરમાર (વાપી), ડો. શિવાની સોલંકી, મનસુખભાઇ જેઠવા (જેતપુર), ધીરૂભાઇ ગોહેલ (ધોરાજી), અનિલભાઇ ચાવડા (ભાવનગર), રવિભાઇ પટેલ (અમદાવાદ) તથા આગેવાનો, શિક્ષકારો, પ્રતિષ્ઠિત સેવાભાવીઓએ હાજરી આપી હતી.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ સમસ્ત ધોબી સમાજને સંબોધતા જણાવ્યું હતું કે જાથાએ ૩૦ વર્ષમાં ૨૦ રાજયોના પરિભ્રમણ કરી જાત અનુભવ આધારે જાહેર કરે છે કે દુનિયામાં ભૂત,પ્રેત, પિશાચ, ડાકણ, મામો, જીન્નાત, મેલી વિદ્યા, આસુરી શકિતનું અસ્તિત્વ જ નથી. માનસિક ભ્રમણામાંથી ઉત્પન્ન થયેલી કાલ્પનિક ચિત્રો, મનની ત્રુટીના કારણે આભાસ થાય છે. હકિકત નથી. વર્ષો પૂર્વેના સંસ્કારો, વારસાગત જીન, બોગસ કથા, કાલ્પનિક વાતો, અગાઉના અવૈજ્ઞાનિક માનસિકતાના કારણે લેભાગુઓએ પોતાના લાભ માટે તથા ગુમરાહ કરવા ભયાનકતા, ક્રિયાકાંડો, નિવારણો ઉભા કરી માનવીનું શોષણ કરવાનું ગતકડું ઉભું કયુંર્ છે. ગ્રહો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે. વર્તમાન સમયે લોકો વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઇ પ્રમાણે મકાનો, ઓફિસો બનાવવા કે ફેરફાર કરવામાં વ્યસ્ત છે તે માનસિક દરિદ્રતાની નિશાની છે.

જૂનાગઢ સમસ્ત ધોબી સમાજના પ્રમુખ મનસુખભાઇ વાઝા, ધર્મેશભાઇ વાઝા, છોટુભાઇ વાઝા, જેન્તીભાઇ બ્રહ્માણી, ભુપતભાઇ વાળા, લક્ષ્મણભાઇ સોલંકી, કારોબારી સદસ્યો, હોદેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તમ કામગીરી બજાવી હતી. જાથાના શશીકાંતભાઇ લોઢીયા, ઉમેશ રાવ, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલે પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

વૈજ્ઞાનિક પ્રયોગમાં એકના ડબલ, નજરબંધી, રૂપિયાનો વરસાદ, સંમોહન, જીભની આરપાર ત્રિશુલ નાંખવું, હાથમાંથી ભસ્મ-લોહી નિકળવું, મનગમતી મિઠાઇ ખવડાવવી, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા વિગેરેનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા હતાં.

રાજયમાં સામાજિક, ધાર્મિક મહોત્સવ પોતાના ગામમાં ઉજવણી પ્રસંગે જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(1:43 pm IST)