Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

જુનાગઢ ભુતનાથ ફાટક પાસે ૩૯ પેટી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો

જુનાગઢ, તા.૧૭: જુનાગઢ રેન્‍જ ઇ.ચા.આઇ.જી.પી સંદિપસિંહની સુચનાથી રેન્‍જમાં દારૂ-જુગારની પ્રવૃતિને નેસ્‍ત નાબુદ કરવાના ભાગરૂપે મળેલ સુચના અન્‍વયે આર આર સેલના પો.સ.ઇ.ડી.બી પીઠીયા તથના સ્‍ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી.  ભૂતનાથ ફાટક પાસે એમ ટાવેશ ગાડી નં.જી.જે-૧૬ એ.એ. ૮૦૧૫ની પુર ઝડપે પસાર થતાં તેને રોકવાનો ઇશારો કરતા રોકેલ નહીં જેથી પોલીસ સ્‍ટાફ પાછળ દોડતા ગાડીનો ડ્રાઇવર ગાડી રોકી નાસવા જતા પકડી પાડેલ અને સદરહું ગાડી ચેક કરતા ઇગ્‍લીશ દારૂ પેટી નંગ-૩૯(બોટલ નંગ-૪૬૮)કિ.રૂ. ૧, ૮૭,૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ. રૂ.૨૫૦૦/- તથા ટાવેરા કાર કિ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૩, ૮૯, ૭૦૦/- ના મુદામાલ સાથે ડ્રાઇવર નાસીર ઓસમાણ હિગોરા રહે. સજયનગર ગ્રાંધીગ્રામવાળો પકડાય ગયેલ હોય, તથા અમીન અલ્લારાખ સેતા રહે. ગાંધીગ્રામ જુનાગઢવાળો હાજર મળેલ ન હોય બન્નેની સામે જુનાગઢ શહેર સી.ડીવી પો.સ્‍ટે ખાતે ગુનો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે.

 

 

(1:26 pm IST)