Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પોરબંદરમાં કાલે હાફ મેરેથોન : રસ્તામાં ટ્રફિક નિયમન માટે જાહેરનામુ પ્રસિધ્ધ

પોરબંદર તા ૧૭ : પોરબંદર ખાતે તા. ૧૮-૧૧-૨૦૧૮ ના રોજ સવારે પ.૦૦ થી ૧૦.૦૦ સુધી શ્રી રામ સ્વીમીંગ કલબ પોરબંદર દ્વારા હાફ મેરેથોન દોડ ૨૦૧૮ યોજાનાર હોય આથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન સજાર્ય તે ધ્યાને લઇ ટ્રાફીક નિયમન તથા કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.એચ. નોષીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી પોરબંદર શહેરના કેટલાક રસ્તાઓ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત જાહેર કર્યા છે.

આ જાહેરનામા મુજબ ર કિ.મી. માટે પોરબંદર ચોપાટી ટી પોઇન્ટ થી કનકાઇ મંંદિર, ચોપાટી અંદરના ભાગેથઇ ચોટી ટીપોઇન્ટ સુધી તેમજ પ કિ.મી. માટે પોરબંદર ચોપાટી ટી પોઇન્ટ થી રિલાયન્સ ફુવારા હોસ્પિટલ રોડ, જુના ફુવારા એમ.જી.રોડ કમલાબાગ છાંયા ચોકી ચાર રસ્તા, વિર ભનુની ખાંભી, નવા ફુવારા, કલેકટર બંગલા રોડ, ચોપાટી અંદરના ભાગે થઇ ટી પોઇન્ટ સુધી તેમજ ૧૦ કિ.મી. માટે પોરબંદર ચોપાટી ટી પોઇન્ટ થી રિલાયન્સ ફુવારા હોસ્પિટલ જુના ફુવારા એમ.જી.રોડ કમલાબાગ, નરસંગ ટેકરી થી યુ ટર્ન લઇ, કમલાબાગ, છાંયાન ચોકી ચાર રસ્તા, વિર ભનુની ખાંભી, બીરલા ફેકટરી સામે થી યુ ટર્ન લઇ વિરભનુની ખાંભી, નવા ફુવારા, કલેકટર બંગલા રોડ, કનકાઇ મંદિર, ચોપાટી અંદરનાભાગે. થઇ ચોપાટી ટી પોઇન્ટ સુધી તેમજ ૨૧ કિ.મી. માટે પોરબંંદર ચોપાટી ટી પોઇન્ટ થી રિલાયન્સ યુવારા હોસ્પિટલ રોડ જુના ફુવારા એમ.જી.ઓડ કમલાબાગ, નરસંગ ટેકરી થી યુ ટર્ન લઇ, કમલાબાગ, છાંયા ચોકી ચાર રસ્તા, વિરભનુની ખાંભી, બિરલા ફેકટરી, ઇન્દીરાનગર, ઓડદર રોડ, ફાયરીંગ બટપછી આવેલ જુરીઓથી યુ ટર્ન લઇ ઇન્દીરાનગર બિરલા ફેકટરી, વિર ભનુની ખાંભી, નવા ફુવારા કલેકટર બંગલા રોડ, કનકાઇ મંદિર ચોપાટી અંદર ના ભાગે થઇ ચોપાટી ટી પોઇન્ટ સુધી તમામ પ્રકારના વાહનો માટે તા. ૧૮/૧૧/૨૦૧૮ ના કલાક ૫.૦૦ થી કલાક ૧૦.૦૦ સુધી મનાઇ ફરમાવી છે.

(1:27 pm IST)