Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વાંકાનેર શ્રી ચિત્રકુટ બાલાજી મંદિરે શ્રી સપ્તકુંડી મહાયજ્ઞ રાંદલ માતાજીના ૫૪લોટાનું આયોજન

વાંકાનેર તા. ૧૭: વાંકાનેરમાં જીનપરા, જકાતનાકા પાસે આવે ''શ્રી ચિત્રકુટ બાલાજી મંદિર'' ખાતે શ્રી ચિત્રકુટ બાલાજી દાદાની અસીમ કૃપાથી શ્રી ચિત્રકુટ બાલાજી મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને ૧૧ વર્ષ પૂર્ણ થતા આ દિવ્ય પાવન પૂણ્યતિથી ઉત્સવ નિમિતે તારીખ. ૨૫ ને રવિવારે '' શ્રી રાંદલ માતાજીના તેડા'' (રાંદલ ૫૪ લોટા શણગારવામાં આવશે. જેનું પૂજન સવારના ૭.૩૦ કલાકે થશે તેમજ રવિવારેે રાત્રે ૧૦ કલાકે ''ભવ્ય સંતવાણી'' નો કાર્યક્રમ રાખેલ છે. આ ઉપરાંત તા. ૨૬ને સોમવારના રોજ ''શ્રી સપ્તકુંડી મારૂતિ મહાયજ્ઞ''નું ભવ્ય આયોજન કરેલ છે જે યજ્ઞનો પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે થશે.

તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજના ૪ કલાકે થશે. તેમજ સાંજના ૬.૩૦ કલાકે ''શ્રી ચિત્રકુટ બાલાજી દાદા''ની ''મહાઆરતી'' ઢોલ-નગારા અને શંખો દ્વારાથી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થશે તેમજ સાંજના ૭ કલાકે ''મહાપ્રસાદ''નું આયોજન કરેલ છે.

શ્રી ચિત્રકુટ બાલાજી દાદાના પાવન સાનિધ્યમાં '' શ્રી સપ્તકુંડી મારૂતિ મહાયજ્ઞ'' તેમજ શ્રી રાંદલ માતાજીના તેડા-મહાઆરતી તેમજ ''મહાપ્રસાદ''નો લાભ લેવા સર્વે ભાવિક-ભકતજનોને પધારવા ''શ્રી ચિત્રકુટ બાલાજી મંદિર'' વાંકાનેર દ્વારા ભાવિકોને નિમંત્રણ છે.

(12:27 pm IST)