Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ઓખા મંડળના વિરપુરધામ ગણાતા જલારામ મંદિરે જલારામ બાપાની ર૧૯ મી જન્‍મજયંતિ ઉજવાઇ

ઓખા મંડળ બન્‍યુ જલારામ ધામ ‘‘રામનો આપ્‍યો રોટલો ખાધા કરતા ખવડાવ્‍યો મીઠો''

ઓખા તા. ૧૭ : ઓલીયા પુરૂષ જલારામ બાપાનો ર૧૯ મી જન્‍મ જયંતિએ સૌરાષ્‍ટ્ર સાથે ઓખા મંડળ પણ બાપાની ભકતીમાં રંગાયેલું જોવા મળ્‍યું હતું. સૌરાષ્‍ટ્રના ગોંડલ નજીક વીરપુર ગામમાં તેમનો જન્‍મ ઇ.સ.૧૭૯૯ માં ચોથી નવેમ્‍બરે જન્‍મેલા ૧૮ વર્ષની ઉંમરે તેમણે ગુરૂના આશીર્વાદથી સેવા સાથે સદાવ્રત શરૂ કર્યું ‘‘રામનો આપ્‍યો રોટલો ખાધા કરતા ખવડાવ્‍યો મીઠો'' આ મંત્ર તેમની નશે નશમાં ઉતરી ગઇ. અને તેમના સદાવ્રતમાં સતત વિકાસ થતો ગયો.

આજે તેમની ર૧૯ મી જન્‍મ જયંતી નીમીતે દેશ સાથે પરદેશમાં પણ બાપાના મંદિરોમાં આ ઉત્‍સવ ખુબજ ધામ ધુમથી અને ઉત્‍સાહ પૂર્વક ઉજવાય છે. ઓખા મંડળના આરભડા ગામે જલારામ ચેરીટેબલ ટ્રસ્‍ટના બારાઇ પરિવાર દ્વારા નીર્માણ પામેલ જલારામ મંદિર કે જે ઓખા મંડળના વિરપુરધામના નામથી ઓખળાય છે. અહી બાપાનો અન્નકોટ, ધ્‍વજા રોહણ, મહાઆરતી તથા સમુહ પ્રસાદીનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું અને આ સમયે બાપાની જ્ઞાતીજનો દ્વારા નગરયાત્રા કાઢવા આવી હતી. અને છેલ્લે રઘુવંશીની ઉજજવળ પરંપરા મુજબ જેના ‘‘અન્ન ભેગા તેના મન ભેગા''નું સુત્ર સાર્થક કરતા સર્વજ્ઞાતિજનો એક સાથે, એક જ સ્‍થળે(લોહાણા મહાજનવાડી) એકજ પંગતમાં સૌ રઘુવંશીએ હર્ષભેર એ સાથે મળીને હરી હર કર્યું હતું.

આ પ્રસંગને સફળ બનાવવા જલારામ ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી મનસુખભાઇ બારાઇ, અનુપભાઇ બારાઇ તથા મુકેશભાઇ કાનાણી સાથે રઘુવંશી સમાજની તમામ સંસ્‍થાઓએ ખુબજ સારી જહેમત ઉઠાવી હતી.

(12:22 pm IST)