Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગીર સોમનાથ જિલ્લાના ૫ માર્કેટીંગ ગાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

ગીર સોમનાથ, તા.૧૭ : સમગ્ર રાજયની સાથે ગીર સોમનાથ જિલ્લાના નિયત કરાયેલા પાંચ માર્કેટીંગ યાર્ડ ખાતેથી આજે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદીનો પ્રારંભ કરાયો છે. વેરાવળ ખાતે માર્કેટીંગ યાર્ડમાં સવારે ૯ કલાક થી ખરીદી શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ નામ નોંધણી થયેલ કુકરાશ ગામના રામભાઈ છાત્રોડીયાની મગફળી ખરીદવામાં આવી હતી.

વેરાવળ સહિત તમામ યાર્ડમાં પૂરવઠા નીગમ, ખેતીવાડી વિભાગ, મહેસુલ વિભાગ તથા જેને ફરજ સોંપવામાં આવી તે તમામ કર્મચારીઓ-અધિકારીઓની ઉપસ્‍થિતિમાં મગફળી ખરીદ કરવામાં આવી હતી. વેરાવળ માર્કેટીંગ યાર્ડમાંજ ૩૫ હજાર ગુણી સંગ્રહી શકાય તેવુ ગોડાઉન પણ ઉપલબ્‍ધ છે. તેમાં મગફળીનો સંગ્રહ કરાશે. આસી.કલેકટરશ્રી નીતીન સાંગવાન, નાયબ ખેતી નિયામકશ્રી વિનય પરમાર, નાયબ મામલતદાર કરગઠીયાની ઉપસ્‍થિતિમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

(12:19 pm IST)
  • ફિલ્‍મ ‘‘ કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટેઃ નિર્દેશક અભિષેક કપુર : હું ભગવાન શિવનો ઉપાસક : લવ જેહાદનો આરોપ લગાવતાં બીજેપી નેતાની ‘‘કેદારનાથ'' ફિલ્‍મને સેન્‍સર કરવાની માંગ પર અભિષેક એ કહ્યું અમે એવી ફિલ્‍મ નથી બનાવી જેથી કોઇને પરેશાની થાય. access_time 12:15 pm IST

  • રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ મસાજ સ્પા પાર્લર મા દરોડા સંદર્ભે એ ડિવિઝન પોલીસે ધરપકડ કરેલ 6 વિદેશી યુવતીઓ અને પિંકવેલ સ્પા ના સંચાલક સાગર વિશ્વકર્મા ને કોટમાં રજૂ કરાતા અદાલતે સાતેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. access_time 8:52 pm IST

  • ગાંધીનગર: 260 કરોડના કૌભાંડનો મામલો : કેસમાં લાગવાઈ GPID એક્ટ : સ્પે.એક્ટ લાગવાથી આરોપીની મિલકતો ટાંચમાં લઇ છેતરપીંડીના ભોગ બનનારમાં વહેંચી શકાય છે : કેસની તપાસ માટે સ્પે.જજની કરાઈ નિમણૂક : સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી લડશે કેસ access_time 12:40 pm IST