Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૧૧ તુલસીના કયારા ૧૧ કુંવારીકાઓને આપવાથી સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે

ભાવનગર : તુલસીના આઠ નામ : પુષ્‍પસારા, નંદીની,વૃંદા, વૃંદાવની, વિશ્વપુજિતા, વિશ્વપાવની, તુલસી અને કૃષ્‍ણા જીવની. ભારતીય સંસ્‍કૃતિમાં કાર્તિકી એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. એકાદશીએ હિંદુ સંપ્રદાય માટે ખુબ જ પવિત્ર તિથી છે. વર્ષ માં આવતી તમામ એકાદશીમાં કારતક સુદ એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે તુલસી વિવાહ યોજવામાં આવે છે. તુલસી હિન્‍દુ સમાજમાં ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડને શાલીગ્રામ ભગાન (વિષ્‍ણુ) સાથે પરણાવવામાં આવે છે. જેમને કન્‍યા સંતાન ન હોય તેવાં દંપતિઓ યજમાન બનીને તુલસીરૂપે કન્‍યાદાન પણ કરે છે. ઠાકોરજીના લગ્ન વૃંદા (તુલસી માતા) સાથે થયા બાદ જ ભારતમાં હિન્‍દુ સમાજમાં લગ્નમોૈસમ શરૂ થાય છે.

જયોતિષની દ્રષ્‍ટિએ જોઇએ તો તુલસીવિવાહને દિવસે જો અગિયાર તુલસીના કયારા અગિયાર કુંવારી કન્‍યાઓને આપવામાં આવે તેની સાથે લક્ષ્મી અને ગણપતિની મૂર્તિ લાલ કપડા લાલ ગુલાબ જો આપવામાં આવે તો આપણાં ઘરમાં લક્ષ્મી કયારેય ખાલી થતી નથી એટલે કે તેવા ઘરોમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે.

 તુલસી કયારો ચાંદીમાં હોય તો વધુ ઉત્તમ પવિત્ર ચાંદી દાન દેવાથી તેનું પુણ્‍ય પણ ફળ મળે છે અને દાન દેવાથી કન્‍યાદાન કરો તેટલું ફળ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે કાર્તિક માસના દેવ પ્રબોધિની એકાદશી તુલસી લગ્ન તરીકે ઉજવાય છે. આ દિવસે શાલીગ્રામ અને તુલસી માતા સાથે લગ્ન કરીને, પ્રામાણિક લોકોએ કન્‍યા દાનના ફળ પ્રાપ્ત કર્યા છે. તુલસી છોડને પવિતર અને માનવામાં આવે છે. તુલસીની નિયમિત ઉપાસના દ્વારા, આપણે સુખ અને સમૃદ્ધિ મેળવીએ છીએ. તુલસીવિવાહના દિવસે ઉપવાસ કરવો એ ખુબ મહત્‍વનું છે.આ દિવસ આરાધનાનો દિવસ છે અને શ્રધ્‍ધા પુર્વકની આરાધના માંગ્‍યું ફળ પ્રાપ્ત કરાવે છે અને જન્‍મ મરણનાં બંધનમાં આરાધના થકી માનવી સારા મોક્ષને પ્રાપ્ત કરે છે. પૌરાણિકગ્રંથો મુજબ ભગવાન વિષ્‍ણુએ તુલસી સાથે ભાવાત્‍મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીન પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુર્હુતમાં કરવામાં આવે છે. કાર્તિક શુકલ એકાદશીએ તુલસી પુજનનો ઉત્‍સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્‍વ છે. તુલસીને વિષ્‍ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુકલ નવમીની તિથી યોગ્‍ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસી વિવાહ કરે છે. તુલસી વિવાહની આ પદ્ધતિ સૌથી વધુ પ્રખ્‍યાત છે. જયારે પ્રબોધિની, ભિષ્‍મપંચક અથવા જયોતિ શાષાોકત વિવાહ મુર્હુતમાં મંગળગીતો અને મંત્રોચ્‍ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરી ત્‍યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્‍યાવાચન કરવામાં આવે છે. ત્‍યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડી ગોધુલી (સાંજના) સમયમાં વર  (ભગવાન)નું પૂજન કરવામાં આવે છે. ત્‍યારબાદ મંત્રોચ્‍ચાર અને શાષાોકત વિધી સાથે કન્‍યા (તુલસી)નું દાન કરવામાં આવે છે. કુશકંડી હવન અને અગિ્ન પરિક્રમાની વિધિ બાદ વષા, ઘરેણા વગેરેનું અર્પણ કરી શકિત મુજબ બ્રાહ્મણો-ભોજ સમુહ ભોજન કે પરિવાર ભોજન કરવામાં આવે છે અને અંતે માંગલિક ગીતો  સાથે વિવાહ  કાર્યક્રમ સંપન્ન થાય છે.

 ડો. કૌશલ્‍યા દેસાઇ-ભાવનગર

(12:16 pm IST)
  • ઉપલેટા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વૃદ્ધનું મોત:ઉપલેટાના ડુમીયાણી ગામ અને સુપેડી ગામ વચ્ચેનો બનાવ: ૭૦ વર્ષીય આસપાસની ઉંમરના લાગતા અને ચોરણી-કડિયું પહેરેલ અજાણ્યા વૃદ્ધનું ટ્રેન અકસ્માતમાં મોત:રેલવે સ્ટાફ દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશને મૃતદેહ લઈ આવ્યા બાદ PM માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો: પોલીસ દ્વારા તપાસ ચાલુ access_time 12:21 am IST

  • ગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST

  • સુરત :ન્યુ સિટીલાઈટ વિસ્તારના વેપારીની ધરપકડ:કામવાળીની પુત્રી સાથે કરી છેડતી: નોકરીની લાલચ આપી પોતાની સાથે કારમાં લઇ ગયો હતો:આભવા પાસેના ખેતરમાં લઈ જઈ અડપલાં કર્યા:કિશોરીએ બુમાબુમ કરતા વેપારી ભાગી ગયો હતો:કિશોરીની માતાએ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ access_time 12:02 pm IST