Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગાંધીધામ પીએસઆઇ જયરાજ ગઢવી સસ્‍પેન્‍ડ

ભુજ તા. ૧૭ : શિસ્‍તઅનુશાસન અને કામ પ્રત્‍યેની કર્તવ્‍ય નિષ્ઠા એ પોલિસ ફરજની પ્રથમ શરતો છે. પરંતુ કેટલાક નોકરી માટે ચર્ચામા રહેતા હોય છે. અગાઉ રાપર સામખીયાળી અને વર્તમાન સમયમાં ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકમા ફરજ બજાવતા PSI જયરાજ ગઢવીને ફરજમાં અનીયમીતતા અને બેદરકારી સહિતના અનેક કારણોસર રેન્‍જ આઇ.જીએ સસ્‍પેન્‍ડ કર્યા છે. અગાઉ જયારે તેઓ સામખીયાળી પોલિસ મથકે ફરજ બજાવતા હતા. ત્‍યારે પણ તેઓ ધાંગ્રધા હાઇવે પર હોવા છંતા પેટ્રોલીંગમાં હોવાનુ રેન્‍જ આઇ.જીની મુલાકાત દરમ્‍યાન સામે આવ્‍યુ હતુ. ત્‍યારે ફરી તેમની ફરજ પર બેદરકારીની વાત સામે આવતા અને સામખીયાળી ટોલનાકા પર ગેરવર્તણુકની ફરીયાદ મળતા રેન્‍જ આઇ.જી ડી.બી.વાઘેલાએ તેમને સસ્‍પેન્‍ડ કરતો ઓર્ડર કર્યો હતો. જેની બજવણી PSI જયરાજ ગઢવીને સુરત ખાતે કરાઇ હતી. હાલ તેઓને સસ્‍પેન્‍ડ બાદ ગાંધીધામ હેડકવાર્ટર ખાતે બદલી દેવાયા છે. તેમની થોડા મહિના પહેલા થયેલી બદલી સમયે લોકોએ તેમના પાછા એજ પોલિસ મથકે ફરજ અપાવવા માટે રજુઆતો પણ કરી હતી.

(12:13 pm IST)