Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બગસરાના શાપર ગામે કનકભુવન આશ્રમમાં શિવ કથા

માનવ મહેરામણ ઊમટયું: રવિવારે શિવ-પાર્વતી વિવાહઃ ૨૬ તારીખે પુર્ણાહુતિ

બગસરા, તા.૧૭: બગસરા નજીક આવેલા શાપર ગામના કનકભુવન આશ્રમ ખાતે મોટા બાપુ તથા છોટા બાપુના સાનિધ્યમાં વાઘણીયાના પરીબાપુ ગોસ્વામીની સંગીતમય શૈલીમાં લાભપાંચમના દિવસથી ભવ્ય શિવ કથાનો પ્રારંભ થયો છે. આ કથાનો લાભ લેવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રસપાન કરી રહ્યા છે. આ શિવ કથા દરમ્યાન ઉમા પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય, વ્રજ કથા તેમજ તારીખ ૧૮ ને રવિવારના રોજ ભવ્ય શિવ પાર્વતી વિવાહ યોજાશે આ પછીના બે દિવસ દરમિયાન દ્વાદશ જયોતિલીંગની કથા કરવામાં આવશે તેમજ રાત્રિના સમયે વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૦ ને મંગળવારના રોજ કથા વિરામ લેશે તો આ શિવ કથા તથા પ્રસાદનો લાભ લેવા માટે કનકભુવન આશ્રમ દ્વારા ભાવિકોને અનુરોધ કરાયો છે.

(12:08 pm IST)