Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગાંધીધામમાં ધાર્મિક બેનરની તોડફોડ

ગાંધીધામમાં મુસ્લિમ સમાજ દ્વારા આગામી ૨૧ મી ફેબ્રુઆરીના યોજાનાર 'ઇદે મિલાદ' ની ઉજવણીનું લગાડાયેલ લાઈટ વાળું બેનર તોડવાની ઘટના અંગે બી ડીવીઝન પોલીસ મધ્યે નૂર કમીટીના પ્રમુખ ઈબ્રાહીમ હુસેન સમેજા એ લખાવેલી ફરિયાદ અનુસાર ડીપીટી ઓફીસની સામે ધાર્મિક બેનર સવારે તૂટેલી ફુટેલી હાલતમાં જોવા મળ્યું હતું. ફરિયાદમાં આ કૃત્ય સંદર્ભે અજાણ્યા શખ્સો વિરુદ્ઘ પગલાં ભરવાની  આ કૃત્ય આચરનાર તત્વો ને તાત્કાલિક પકડી પાડવાની માંગ કરી છે. કોંગ્રેસના પ્રદેશ મંત્રી જુમા રાયમાને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા.

ગાંધીધામમાં ઇદે મિલાદ નું બેનર તોડી પાડવાની ઘટનાને વખોડી કાઢી આ કૃત્યને કોમવાદી માનસ વાળા અસામાજિક તત્વોનું ગણાવીને જુમા રાયમા એ ૨૧/૧૧/૧૮ ના ઇદે મિલાદ ના કાર્યક્રમ સુધીમાં ગાંધીધામ માં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરી છે. ગાંધીધામમાં હિન્દુ મુસ્લિમ સમાજ જયારે સંપી ને રહે છે ત્યારે આ કૃત્ય આચરનાર અસામાજિક તત્વોને પકડી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી છે.

(12:02 pm IST)