Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગારીયાધાર પાલિકા દ્વારા થતો ભ્રષ્ટાચાર-ચકચાર

ગારીયાધાર તા.૧૭ : ન.પા.કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એજન્સીને ર૦૧૭માં અંદાજે ર કરોડના પેવિંગ બ્લોકની કામગીરી ટેન્ડર મારફતે અપાઇ હતી જે કામો અધુરા છોડી દેવામાં આવ્યા છે. જેના દ્વારા કરવામાં આવેલા પેવિંગ બ્લોકના કામો વિવિધ વિસ્તારોમાં બ્લોક બેસી જવા, વાટા તુટી જવા, અને હલ્કી ગુણવતાના બ્લોકની ફરીયાદો ન.પા. સુધી પહોંચી હતી. જે તમામ કામગીરીનું એજન્સી દ્વારા આજદિન સુધી કમ્લીશન સર્ટી.પણ આપવામાં આવ્યું એ એજન્સીની નબળી પેવિંગ બ્લોકની રીપેરીંગ કામગીરી વાર્ષિક ભાવની એજન્સી પાસે કામગીરી કરાવીને ભ્રષ્ટાચાર આદરી દેવાયો છે. જે કામગીરી ગેરેન્ટી પિરીયડમાં હોવા છતાં એજન્સીને નુકશાની ન આવે તેનો બચાવ કરવા મો. ન.પા.ની તિજોરી લુંટાવાઇ રહી છે.

જે તમામ ન.પા.કચેરીને કામગીરીથી જેની જાણ હોવા છતા કોઇપણ કાર્યવાહી ન થતી હોવાથી આ ન.પા.ના ભ્રષ્ટ્રાચારના જમણવારમાં ''હું, તું અને રતનીયો'' ભેગા હોવાની ગંધ સેવાઇ રહી છે. શહેરમાં થતી કામગીરી જોતા શહેરીજનો નહી આંખે દિવા જેવું સ્પષ્ટ દેખાઇ છે.

(11:45 am IST)