Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

પ્રભાસ પાટણમાં ખૂંટીયાએ મહિલાને ફંગોળી ઇજા કરતા હોસ્પિટલમાં ખસેડાઇ

પ્રભાસ પાટણમાં યાત્રિક મહિલાને ખૂંટીયાએ હડફેટે લઇ ઇજા કરતા હોસ્પિટલમાં સારવાર લેતા મહિલા નજરે પડે છે.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)(૧.૧)

પ્રભાસ પાટણ તા. ૧૭: પ્રભાસ પાટણ સોમનાથમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જાય છે. અને તેનો ભોગ નિર્દોષ લોકો બનતા જાય છે. પ્રભાસ પાટણમાં મેઇન બજારમાં પણ ખૂંટીયા અને ગાયોનો ત્રાસ જોવા મળે છે.

સોમનાથ દર્શને આવેલ અમદાવાદ વિસ્તારનાં એક બેન અને તેનાં નાના બાળકો હતા અને દર્શન બાદ હમરસિંહજીના સર્કલ પાસેથી ચાલીને જઇ રહેલ હતા ત્યારે ખૂંટીયાની ઝપટે ચડી જતા ગોઠણનાં ભાગે જોરદાર ઇજા થયેલ હતી અને આ બેન એકલી અને સાથે બે બાળકો હતા જેથી આ યાત્રિકબેન ખુબ જ ગભરાયેલ હતી અને રડતા મુખે રીક્ષામાં બેસીને સારવાર માટે ગયેલ.

આ રીતે પ્રભાસ પાટણ ગામમાં પણ બજારો અને રસ્તાઓ સાંકડા તેમજ ગીચ વસ્તી છે. અને તેમાં ગાયો અને ખૂંટીયા સતત આટા મારતા હોવાથી લોકો ખુબ જ ત્રાસ ભોગવે છે. તેમજ  જયારે ખૂંટીયા યુદ્ધે ચડે ત્યારે આવી બને છે અને લોકો જીવ બચાવીને દોડધામ કરી મુકે છે. તેમજ સોમનાથ મંદિરની આજુબાજુ અને દરિયાય ચોપાટીમાં પણ ખૂંટીયા અને ગાયોનો ભયંકર ત્રાસ જોવા મળેે છે. અને તેનો ભોગ યાત્રિકો બની રહેલ છે. લોકો એટલો ત્રાસ ભોગવતા હોવા છતાં નગરપાલિકાનાં જવાબદાર લોકો કોઇજાતની કામગીરી કરતા નથી અને પ્રભાસ પાટણ સોમનાથ ભગવાન ભરોસે જોવા મળે છે.

(11:16 am IST)