Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કાજલી યાર્ડમાં મગફળી ખરીદી

પ્રભાસ પાટણઃ કાજલી માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાંભાવેથી મગફળી ખરીદીનો પ્રારંભ થયેલ છે. નામ નોંધણી થયેલ કુકરાશ ગામનાં રામભાઇ છાત્રોડીયાની પ્રથમ મગફળી ખરીદવામાં આવી હતી. યાર્ડમાં ૩૫ હજારથી વધુ મગફળી સંગ્રહી શકાય તેવું વિશાળ ગોડાઉન પણ ઉપલબ્ધ છે. અને તેમા આ મગફળીનો સંગ્રહ થશે. આ ખરીદી આસી.કલેકટર નીતિન સાંગાવત, નાયબ ખેતી નિયાક વિનય પરમારના, ના.મામલતદાર કરંગઠીયાની હાજરીમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરેલ હતી. યાર્ડનાં ચેરમેન ગોંવિદભાઇ પરમાર અને કર્મચારીઓ દ્વારા ખેડૂતો-વેપારીઓ અને દરેક લોકોને કોઇજાતની મુશ્કેલી ન પડે તે માટે સતત દેખરેખ રાખી રહેલ છે. મગફળી ખરીદારી પ્રારંભ કરવામાં આવી તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:14 am IST)