Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

કોટડાસાંગાણીના વાછપરી ડેમની કેનાલને અસામાજીક તત્વોએ નુકસાન પહોચાડતા ખેડુતોમાં ભારે રોષ

કોટડાસાંગાણી, તા.૧૭: કોટડાસાંગાણીમા આવેલ સીંચાઈ યોજનાના વાછપરી ડેમની મેઈન કેનાલને કોઈ અસામાજીક તત્વોએ રાત્રીના તોડી નાખતા કોટડાસાંગાણીના બસો જેટલા ખેડુતોને સીંચાઈનુ પાણી મળતુ બંધ થયુ છે એક તરફ ઓછા વરસાદથી કોટડાસાંગાણીના ખેડુતોનો કપાસ સહીતનો પાક ફકત કેનાલના પાણી પરજ નીર્ભર થઈ રહ્યો છે. ત્યારેજ અસામાજીક તત્વોએ લખણ જળકાવી ખેડુતોના પેટ પર લાત મારી છે. કેનાલને નુકસાન પહોચાડાયાની વાત વાયુ વેગે ગામમા ફેલાતા ખેડુતોના ટોળા વાછપરી ડેમ ખાતે એકઠા થયા હતા અને આ કૃત્ય આચરનાર સામે કડક પગલા લેવાની માંગ કરી હતી. કેનાલ તોડાયાની જાણ નાયબ કાર્યપાલક ઈજનેર ડિ એમ મોર ને થતા તેઓ તુરંત કોટડાસાંગાણી દોડી આવ્યા હતા અને ખેડુતોના ભભુકતા રોષને ઠારવા પ્રયાસો કર્યા હતા અને કેનાલને નુકસાન પહોચાડનાર અજાણ્યા ઈસમો વીરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી હતી અને ઈરીગેશન મંડળીને તાત્કાલીક કેનાલ રીપેરીંગ કરી ખેડુતોને જડપથી પાણી મળે તે માટેની વ્યવસ્થા કરવાની સુચના આપી હતી.જો સરકારી બાબુઓ દ્રારા રસ ન દાખવી આ કેનાલને તાકિદે રીપેરીંગ કરી ખેડુતોને પાણી આપવામા નહી આવેતો રાત દિવસ એક કરીને તૈયાર કરેલ પાક નીષ્ફળ જવાની નોબત આવે તેમ હોવાથી ખેડુતોના જીવ તાળવે ચોંટ્યા છે ત્યારે ખેડુતોને ફરીથી જડપી પાણી આપવાનુ શરૂ કરવામા આવે તેવી માંગ ખેડુતોએ કરી હતી.

કેનાલ બે દિવસમા રીપેરીંગ કરી ખેડુતોનો પાણી પુરવઠો શરૂ કરાસે નાયબ ઈજનેર મોર

કેનાલ તોડવા મામલે નાયબ કાર્યપાલક ઈજનેર ડિ એમ મોરનો ટેલી ફોનીક સંપર્ક કરતા જણાવેલ કે કેનાલના સાઈફોનને કોઈ અજાણ્યા ઈસમોએ ભારે નુકસાન પહોચાડેલ છે જે અંગે અમોએ કોટડાસાંગાણી પોલીસમા ફરીયાદ દાખલ કરી છે અને આ સાઈફોનનુ રીપેરીંગ કામ તાકિદે સરૂ કરવા ઈરીગેશન મંડળીને સુચના આપેલ છે જે બે દિવસમા રીપેરીંગ કરીને ફરીથી ખેડુતોને પાણી પુરવઠો આપવાનુ શરૂ કરાશે

:ડી એમ મોર નાયબ કાર્યપાલક ઈજનેર

(11:14 am IST)